એલઆઈસી દ્વારા પેન્શન યોજનાને લગતી નવી પોલીસી જીવન શાંતિ જાહેર

1132

સરકારી નોકરીયાત સિવાય ખાનગી કંપનીઓ, પેઢીઓમાં નોકરી કરતા તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટી જીંદગીના અંતિમ પડાવ એટલે કે નિવૃતતીના સમય ગાળામાં પણ વ્યકિત તથા તેનો પરિવાર આર્થિક દ્રષ્ટીએ આત્મનિર્ભર બની રહે અને વટભેર જીંદગી જવી શકે તે માટે વિમા કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયાએ પેન્શન યોજના માટેની સુંદર પોલીસી જીવન શાંતિ જાહેર કરી છે.

આજની વ્યસ્ત અને ભાગદોડ ભરી જીંદગીમાં જીવન જીવવા માટે પ્રથમ જરૂરીયાત  એ પૈસો છે પરંતુ જયાં સુધી વ્યકિત શારિરીક રીતે સક્ષમ હોય ત્યાં સુધી શ્રમ કરી આજીવીકા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ શરીર ક્ષીર્ણ બન્યા બાદ જેતે વ્યકિતને પરાધીન બનીને જ જીવન જીવવું પડે છે. જે લોકો સરકારી કર્મચારી છે તેઓને સેવા નિવૃતતિ બાદ પેન્શન મળે છે અને તેના અવસાન બાદ તેની પત્નીને મળે છે આથી તેઓ માટે કશી તકલીફ  આર્થીક દ્રષ્ટીએ રહેતી નથી પરંતુ જે લોકો ખાનગી કંપનિઓ સંસ્થાઓ કે યુનિટમાં કામ કરે છે. તેઓ સેવા નિવૃત્ત થયે આર્થીક રીતે કોઈપણ વ્યકિત પર મદાર રાખ્યા વિના જીંદગીના અંતિમ શ્વાસ સુધી આર્થીક રીતે આત્મ નિર્ભર બની રહે અને વ્યકિતનો પરિવાર પણ નિશ્ચિત રહે તેવી આકર્ષક પોલીસી એલઆઈસી ઓફ ઈન્ડિયા લઈનેઅ ાવ્યું છે. જેમાં ઓછામાં ઓછા રૂા. ૧ લાખના રોકાણ બાદ નિયત અને ઈચ્છીત સમયે પેન્શન યોજનાનો લાભ લઈ શકાશે આ યોજનાની વધુ માહિતી માટે એલઆઈસી એજન્ટ અથવા નજીકના એલઆઈસી કચેરી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.