એશિયા કપ : ભારત-અફઘાન રોમાંચક મેચ આખરે ટાઇ રહી

1250

એશિયા કપ ક્રિકેટની સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. જો કે તમામ ચાહકોને આ મેચમાં મજા પડી ગઇ હતી. ભારતીય પુછંડિયા બેટ્‌સમેનોએ લાપરવાહી દર્શાવી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી. રવિન્દ્ર જાડેજા રન કરવામાં ઉતાવળ કરી ગયો હતો અને તે આઉટ થઇ ગયો હતો. ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૪૫.૫ ઓવરમાં ૨૫૨ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચ બાદ ભારતીટ કેપ્ટન ધોનીએ અફઘાનિસ્તાનની ટીમની પ્રશંસા કરી હતી. જો કે ધોનીએ નામ લીધા વગર ખરાબ અમ્પાયરિંગની ટિકા પણ કરી હતી. ભારતીય ટીમ પહેલા ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતીય ટીમ મેચમાં પાંચ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી.દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી.ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતની ૧૯૦ રને જીત થઇ હતી. કેપ્ટન તરીકે ધોનીએ ૨૦૦મી મેચ રમી હતી.

Previous articleબેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પી.કશ્યપ સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે
Next articleક્રોએશિયાના લુકા મોડ્રીકને વર્લ્ડ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ