બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા કટિબદ્ધતા

979

મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટને વધુ વેગવાન બનાવવા માટે તથા જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બને અને ખેડૂતોને વળતર પેટે યોગ્ય કિંમત મળે તે માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. મહેસુલ મંત્રીએ રાજ્ય સરકારે લીધેલા આ મહત્વના નિર્ણયોની વિગતો આપતા કહ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલમાં ચાલી રહેલા જમીન સંપાદન પ્રક્રિયામાં શહેરી વિસ્તાર સત્તા મંડળ-શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામડાઓના ખેડૂતોની વધુ વળતર મેળવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વના નિર્ણયો કર્યા છે તે પૈકી આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપથી થાય તે માટે શહેરી વિસ્તાર સત્તા મંડળ-શહેરી વિકાસ સત્તા મંડળને ગ્રામ્ય વિસ્તારનો લાભ મળશે.

સાથે સાથે જે ખેડૂતોની જમીન સંપાદિત થશે ભારત સરકારની નીતિ મુજબ તેને બજાર કિંમતના શહેરી વિસ્તાર માટે બે ગણા અને ગ્રામ્ય વિસ્તાર માટે ચાર ગણી કિંમતનો વળતરનો લાભ મળશે. એજ રીતે સંમતિ એવોર્ડ માટે પણ જે મૂળ એવોર્ડની કિંમત હશે તેમાં વધારાના ૨૫ ટકા કિંમતના વળતરનો લાભ આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના આઠ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૬૮૧ હેક્ટર જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પુર ઝડપે ચાલી રહી છે અને તે પૈકી ૧૮૫ ગામોમાં જમીન સંપાદન માટે બીજા તબક્કાની કાર્મયવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયથી બુલેટ ટ્રેનમાં સંપાદિત થનાર જમીન માલિકોને યોગ્ય કિંમતના વધારાના વળતરનો લાભ મળશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે ઉમેર્યું હતું કે, જંત્રી કિંમત અંગેના નવી ફોર્મ્યુલા લાગૂ પડતાં જમીન સંપાદન ધારા હેઠળ સંમતિ કરારથી જમીન આપવા તૈયાર હોય તેવા કિસ્સાઓમાં ખેડૂતોને વળતરની રકમ ચુકવતી વખતે ચંત્રી કિંમતને ઇન્કમટેક્સની ઇન્ડેક્સેશન ફોર્મ્યુલા લાગૂ પાડવામાં આવશે જેના કારણે વળતરની રકમમાં વધારો થશે.

Previous articleફેબ્રુઆરીના અંતમાં CBSE ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા
Next articleમોદીના હસ્તે આણંદમાં ૧૧૨૦ કરોડના ખર્ચે થયેલા અમૂલ ડેરીના નૂતન પ્રોજેક્ટનું રવિવારે ઉદ્ધાટન