અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઁસ્ના હસ્તે અને રાજયપાલ શ્રી ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરશે. અમૂલના નૂતન પ્રોજેક્ટથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂ. ૧૫૦૦ કરોડની વધુ આવક થશે
અમૂલ દ્વારા રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂ. ૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ડેરીના મિલ્ક પાવડર, ઘી અને માખણ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
આ સાથે ઁસ્ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફુડ પ્રોસેસીંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદ્ધાટન કરશે. અમૂલ ડેરી દ્વારા રૂા. ૧૦૦ કરોડના ખર્ચે અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, વિસ્તરણ, પેકેજિંગ, બટર મેન્યુફેકચરીંગ નવા પ્રોજેકટ, રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ખાત્રજ ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટના વિસ્તરણ કાર્ય સહિત પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રોજના ૧૫ લાખ લિટર દૂધની ક્ષમતા ધરાવતા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.