તપોવન ટેકરી ખાતે રવિવારે નેત્ર નિદાન આયુર્વેદિક કેમ્પ

709

જાફરાબાદના તપસીબાપુના આશ્રમ તપોવન ટકેરી ખાતે અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ કોવાયા નર્મદા સિમેન્ટ જાફરાબાદ યુનિટ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ, સુદર્શન નેત્રાલય અમરેલી તેમજ તાત્કાલિક હનુમાન ગરીબ મંડળના સહયોગથી આગામી તા. ૧૪-૧૦ને રવિવારે સવારના ૮ કલાકથી બપોરના ૧ર વાગ્યા સુધી વિનામુલ્યે નેત્ર નિદાન તેમજ દવા સારવાર તેમજ વિનામુલ્યે જરૂર જણાય તેવા દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે સંસ્થાની ગાડી વાહન દ્વારા દર્દીને અમરેલી ખાતે લઈ જવાથી લાવવા સુધીની સેવા બજાવશે તેમજ જેને આંખોની નંબરની તપાસ તેમજ રાહતદરે ચશ્માનું વિતરણ કરાશે. અને સુદર્શન નેત્રાલયમાં જરૂરી જણાય તેને વિનામુલ્યે નેત્રમણી પણ બેસાડી અપાશે તેમજ આર્યુવેદ કેમ્પમાં વિનામુલ્યે દવા અપાશે તેમજ આયુર્વેદ જિલ્લા અધિકારી રમાનુજના માર્ગદર્શન પી.ડી.હેમાલી એચ.રાઠોડ (મેડીકલ ઓફીસર) ભાડા ખાસ સેવા આપશે. આ તકે અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ કોવાયા તેમજ નર્મદા વેલફેર ફાઉન્ડેશન અલ્ટ્રાટેક સિમેન્ટ જાફરાબાદના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Previous articleસ્કાઉટ ગાઈડના બાળકોએ લીધી વેળાવદર ઉદ્યાનની મુલાકાત
Next articleઅલ્ટ્રાટેક કંપની દ્વારા બાબરકોટમાં ૮ લાખના ખર્ચે સીસી રોડ બનાવ્યો