અલ્ટ્રાટેક કંપની દ્વારા બાબરકોટમાં ૮ લાખના ખર્ચે સીસી રોડ બનાવ્યો

866

બાબરકોટ ગામમાં ફુટ ફુટના ખાડા પડી ગયેલ જેનાથી બારે માસ ગંદકીનો માહોલ હોય તેમજ રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન ગ્રામ રસ્તાથી વિદ્યાર્થીઓને બારેમાસ પરેશાનીમાંથી મુક્ત કરવા અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ તેમજ નર્મદા સિમેન્ટ જાફરાબાદ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિ બિલિટી કોવાયા દ્વારા બાબરકોટના બાપા સિતારામથી દેવભાઈની દુકાન સુધી રોડ રૂા. આઠ લાખના ખર્ચે  ર૧૪ મીટર લાંબો અને ૧ર ફુટ પહોળો મજબુત કોકરીટ સીસી રોડ અલ્ટ્રાટેક સડક નિર્માણ અને તેની દેખરેખર દ્વારા બનાવાયો ઘણા સમયથી બાબરકોટ જનતાની માંગને ધ્યાને લઈ જેમાં આ રોડની સ્થિતિ અતિ ખરાબ હતી જે રોડ બની જવાથી ગ્રામવાસીઓ તેમજ ગ્રામ પંચાયત કચેરીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અભિનંદન પાઠવ્યા તેમજ બાબરકોટ ગામના વિકાસાર્થે અલ્ટ્રાટેક સિમેન્ટ અને નર્મદા સિમેન્ટનો સહકાર મળતો રહે અને બાબરકોટ હરીયાળુ બને તેમાં ગ્રામ પંચાયત અને કંપનીની શાન વધશે તેમજ કંપનીના અધિકારી પંકજભાઈ ગુપ્તા, વિનોદ શ્રી વાત્સવભાઈ સેકસન હેડ સી.એચ.આર. ગુજરાત સિમેન્ટ કોવાયા તેમજ નર્મદા સિમેન્ટથી એમ.એમ. સાકરીયાભાઈ તેમજ અનકભાઈ સરપંચ, ઉપસરપંચ પ્રવિણભાઈ બાંભણીયા, કરશનભાઈ પરમાર માજી સરપંચ, બચુભાઈ સાંખટ માજી સરપંચ અને મનોજભાઈ સહિત ગામ આગેવાનોની હાજરી સાથે રૂા. ૮ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ સંપન્ન થતા લોકાર્પણ કરાયું.

Previous articleતપોવન ટેકરી ખાતે રવિવારે નેત્ર નિદાન આયુર્વેદિક કેમ્પ
Next articleમાર્ગ સલામતી અમારા માટે સંવેદનાનો વિષય : મંત્રી મનસુખભાઇ માંડવિયા