રૂટ-કોહલી આજના યુગના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન : બ્રાયન લારા

1175

વેસ્ટ ઈન્ડિઝનો બેટ્‌સમેન બ્રાયન લારા હાલ ૨૦૧૯ની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે, જે વર્લ્ડ કપ ટ્રોફીની સાથે દુનિયાભરનાં દેશોનો પ્રવાસ કરી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લારા હાલ ન્યૂયોર્કમાં છે. બ્રાયન લારાએ અહીં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટન જો રૂટને વર્તમાન પેઢીનાં બેસ્ટ બેટ્‌સમેન ગણાવ્યા હતાં. દુનિયાનો સ્ટાઈલિશ લેફ્ટહેન્ડેડ બેટ્‌સમેન લારા અહીં રેડિટ એએમએ (આસ્ક મી એનિથિંગ) સેશનમાં ભાગ લઈ રહ્યો હતો.

આ કાર્યક્રમમાં તેણે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાનાં સ્પીડસ્ટાર જેમ્સ એન્ડરસન અને કગીસો રબાડાને પોતાનાં મનપસંદ બોલર્સ જણાવ્યા હતાં.

Previous articleઓસ્ટ્રેલિયાના ખેલાડી ડાર્સી શોર્ટે ૧૪૮ બોલમાં ૨૫૭ રનની તૂફાની ઈનિંગ્સ રમી
Next articleનેશનલ રેકોર્ડ તોડીને ૧૯ વર્ષના શ્રીશંકરે જીત્યો ગોલ્ડ મેડલ