રમતોત્સવમાં નાની રાજસ્થળી શાળાની સિધ્ધી

891

છેલ્લા કેટલાક સમયથી રમત-ગમતમાં ટોચ ઉપર બિરાજતા ઠાડચ પ્રા. શાળાના બાળકોએ આ વર્ષે (ર૦૧૮-૧૯)માં પણ પાલિતાણા તાલુકા કક્ષાના રમતોત્સવમાં પોતાનો પ્રથમ ક્રમે જાળવી રાખ્યો છે. કબડ્ડી (ભાઈઓ)માં પ્રથમ ક્રમે, ખો-ખો (ભાઈઓ-બહેનો)માં પ્રથમ ક્રમે, તેમજ ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સાંજણાસર પ્રા.શાળાએ કબડ્ડી (બહેનો)માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ તમામ બાળકો હવે જીલ્લા કક્ષાએ ભાગ લેશે. તમામ બાળકોનેબ ી.આર.સી. હાર્દિકભાઈ ગોહિલ, સી.આર.સી.ભ રતભાઈ દોરિલા, શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ તેમજ સમગ્ર ઠાડચ શાળા પરિવારે અભીનંદન પાઠવેલ.

Previous articleદામનગર આંગણવાડીમાં કુપોષણ મુકત ભારત અભિયાનનું સમાપન
Next articleબરવાળાની ઝબુબા હાઈ.ના વિદ્યાર્થીના હાથમાં સળીયો ઘુસી જતા ગંભીર ઈજા