ગોવા આર્ટ ગેલેરી ખાતે ગુજરાતના કલાકારોને ઉપરાષ્ટ્રપતિએ બિરદાવ્યા

915

કલા અકાદમી પણજી ગોવા ખાતે તા. ર૮/ર૯/૩૦ના રોજ યોજાયેલ આર્ટ પ્રદર્શનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકટયા નાયડુએ ગુજરાતના આર્ટીસ્ટને ખુબ જ બરિદાવ્યા હતાં.  આ પ્રસંગે રૂબી અરોરા દ્વારા બનાવેલ ગણપતિનું ચિત્રા પ્રિયાબા જાડેજા, અજય જાડેજા અને અશોક પટેલ દ્વારા અર્પણ કરાયું હતું.

આ પ્રદર્શનનું ઉદ્દઘાનટ એનઆઈટીના ડાયરેકટર ગોપાલ મુંગેરીયાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. બીજા પ્રદર્શનમાં ડો. અશોક પટેલ, અજય જાડેજા, અજય ચૌહાણ, અંજના પંડયા, અંશ પટેલ, બંસરી સોની, ભાવીશા પંજાબી, ડો. અનિતા કળથિયા, ડો. સંગતાણી, ફોરમ ત્રિવેદી, હંસા પટેલ, હાર્દિ પગલાની, હર્ષ કુકડીયા, હિમજાબા સરવૈયા, જય ભટ્ટ, જયેશ કાયડા, જયેશ ત્રિવેદી, કવિતા સોની, મનીષા કપાસી, નમ્રતાબા જાડેજા, નયના મેવાડા, પ્રકાશ ચાવડા, મલય પટેલ, રાજેશ શાહ, રાજેશ બારૈયા, રામ બોખરીયા, રાઝીન લીલાવાલા, રોશન પૌલન, રૂપલ કલથીયા, સીમા શર્મા, શીતલ સવાણી, સોનાલીબા વાઘેલા, તિર્થ ઉંડવીયા, તૃપ્તી રાવલ, વૈશાલી માંકડ, દ્રષ્ટિ વાંકાણી, બિન ગોગદાણી, પ્રિયાબા જાડેજા, યશસ્વી સોલંકી, મીનાક્ષી ઓડેદરા વગેરે કલાકારોએ ભાગ લીધો હતો. દિવયાબા ગોહિલ દ્વારા નેઈલ આર્ટ તેમજ ચિંતન સોમપુરા દ્વારા શીલ્પો મુકાયા હતાં. જેમાં સુતળી, સીમેન્ટ, સ્ટોન વગેરેના આર્ટ મુકવામાં આવ્યા હતાં. ગોવામાં આ મેગા પ્રદર્શને ખુબ જ આકર્ષણ જમાવ્યું છે. ગોવાના આઈજી જસપાલસિંહના હસ્તે આર્ટીસ્ટોને એવોર્ડ આપવામાં આવ્યા હતાં.

Previous articleદામનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગોબરભાઈ નારોલા ચૂંટાયા
Next articleબરવાળા નગરપાલિકા પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી વિજેતા