ભાવનગર એસ.ટી. ડેપો દ્વારા આજે તાલુકા મથકના રૂટો માટે નવી સાત બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.
જાહેર પરિવહનો વ્યાપ વધે અને રાજયના છેવાડાના માનવીને એસ.ટી. બસોનો લાભ મળે તે માટે એસ.ટી. નિમગ દ્વારા વર્ષ-ર૦૧૬માં મેટ્રો લીંકનો પ્રારંભ કરાયેલ જેમાં પ્રારંભીક તબક્કે એક જિલ્લા મથકથી બીજા જિલ્લા મથક સુધી બસો શરૂ કરાયેલ જેને સારા પ્રતિસાદો મળ્યા બાદ હવે જીલ્લાન મુખ્ય મથકથી તાલુકા સુધી આ સેવા વધારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
એસ.ટી. નિગમના ભાવનગર વિભાગ દ્વારા ૭ મીની બસ થકી નવા ૮ રૂટો મેટ્રોલીંક સર્વિસ અંતર્ગત આજે શરૂ કરવામાં આવેલ જેને વીભાગીય નિયામક ડિંડોર સહિત અધિકારીઓે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ આ રૂટોમાં પાળીયાદ, મહુવા, ઘોઘા, તળાજા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.