ખેલમહાકુંભમાં શાનદાર પ્રદર્શન

753

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ. શાળાના ખેલાડીઓએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અંડર ૧૪ની વોલીબોલ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો બન્ને ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. શાળાના ભાઈઓ અને બહેનો બન્ને ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા આ ખેલાડીઓને તથા તેમને તૈયાર કરનાર શિક્ષકો ખસીયા કરમશીભાઈ અને કાનાણી રાજનભાઈને શાળાના આચાર્ય બી.એ. વાળા તથા ગામના સરપંચ ગોકુળભાઈ વાઘેલા તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

Previous articleબન્ને હાથ-પગ ખોઈ બેસેલી મહુવાની યુવતીની અનોખી દાસ્તાન
Next articleલોઠપુર ગામે યોજાયેલ સેવાસેતુમાં ૧૪૩૯ અરજીઓનો સ્થળ પર નિકાલ