રોટરી ક્લબ ભાવનગર દ્વારા કાર્ડીયાક કેમ્પ યોજાયો

840

શહેરમાં રોટરી ક્લબ ભાવનગર તથા સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાર્ડીયાક કેમ્પનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

દર વર્ષની માફક આ વર્ષે પણ જાણીતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર અને સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુકત ઉપક્રમે રોટરી હોલ ખાતે હૃદયરોગ નિદાન કેમ્પ તથા સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ હાર્ટ સર્જન અનિલ જૈન-અમદાવાદ તથા તેમની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તથા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્ડીયાક કેમ્પનો મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન સુકેતુ શાહ, જય પારેખ, વિરલ વાલીયા સહિતના સભ્યો જોડાયા હતા.

Previous articleટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ડ્રાઈવ : ૧પ૦૦ દંડાયા
Next articleમજેઠીયા પરિવારે પરિવારના વડીલના અંગદાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો