બૉલીવૂડ અભિનેતા રિષી કપૂર એક બીમારીનો શિકાર થયા હોવાથી તેના ઇલાજ માટે દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી. ટિ્વટર પર પોસ્ટ કરતાં રિષી કપૂરે જણાવ્યું હતું કે ‘ચાર દાયકા કરતાં વધુ સમય મેં ફિલ્મોને આપ્યો છે અને હજુ પણ એ જ કરી રહ્યો છું.
હાલમાં હું કામથી દૂર એક નાનકડાં વેકેશન પર જઇ રહ્યો છું. મારી એક બીમારીની સારવાર કરાવવા માટે અમેરિકા જઇ રહ્યો છું. તમારી દુઆ હશે તો જલદી જ સાજો થઇને પાછો કામે વળગી જઇશ. રિષી કપૂરની ફિલ્મ ‘રાજમા ચાવલ’ને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી હતી.
દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી.

















