રાજુલા પીજીવીસીએલની બેદરકારીથી કચેરીએ પ ગામના ખેડૂતોનો ઘેરાવ

918

અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર સામે ખેડુતો સતત પ દિવસથી નારાજ છે. ખેતીવાડીમાં વિજળી સતત ગુલ થતા ખેડુતોમાં રોષ ફેલાવા પામ્યો છે. જાફરાબાદ તાલુકાના સરોવડા, બારપટોળી, કાતરના ખેડુતો રાજુલા રૂલર કચેરીએ પહોંચ્યા અને પીજીવીસીએલ કચેરીમાં ૩ ગામના ખેડૂતોએ હોબાળો મચાવેલ.

રાત્રીના વિજળી નહીં રહેતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા અને પીજીવસીએલ કચેરીમાં હલ્લાબોલ કરતા ડેપ્યુટી એન્જીનીયર દ્વારા સમજાવટનો પ્રયાસ કરાયો હતો.

જાફરાબાદ તાલુકા વિવિધ ગામડાઓમાં ખેતીવાડી વિભાગમાં વીજ ધાંધિયા થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ બાબતે ખેડુતો રાજુલા રૂરલ વીજ કચેરીએ દોડી જઈ ઉગ્ર રજુઆત કરી હતી. જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના સરોવડા બારપટોળી કાતર સહિતના ગામોમાં ખેતીવાડી વીજ જોડાણમાં ભારે ધાંધિયા થતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. છાસવારે વીજધાંધિયા થતા હાલ ખેડુતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. પ ગામના ખેડુત આગેવાનો દેવાતભાઈ વાઘ (બારપટોળી), બાબુભાઈ દાદબાપુ વરૂ સરપંચ(કાતર), અનિરૂદ્ધભાઈ વાળા સરપંચ (સરોવડા) ભુપતભાઈ વરૂ (કોટડી), યુનુસભાઈ હંડોરડા સહિતના પાંચ ગામના પ૦ ખેડૂતોએ રાજુલા જીઈબી કચેરીના અધિકારી નિનામા સહિત અધિકારીઓને બાનમાં લીધા જેની સમજાવટથી તમામ ખેડુતો હાલમાં શાંત પણ ભરેલો અગ્નિ જોવા મળેલ છે.

Previous articleનિવૃત્ત થતા દાઠા પો.સ્ટે.ના ASIનો વિદાય સમારોહ
Next articleબીજી ઓક્ટોબરઃ   ગાંધી વિચારધારા અને આપણે