દામનગરમાં રાષ્ટ્રપિતાની ૧પ૦મી જન્મજયંતિ ઉજવાઈ

652

દામનગરના ધામેલ પે સેન્ટર શાળા દ્વારા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના જીવન કવનને તાદ્રશ્ય કરતા મુક અભિનય સાથે શાળાના બાળકો દ્વારા અહિંસા કરૂણા પ્રેમ સત્ય સ્વચ્છતા અને સાત્વિક્તાનો સંદેશ આપતો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકો-વાલીઓ-વિદ્યાર્થીઓની વિશાળ હાજરીમાં મહાત્માના જીવન કવનનો એક પણ ગુણ ગ્રહણ કરવામાં આવે તો પણ જીવન ધન્ય બની જાય તેવા દરેક ગુણનો સુંદર અભિનય સાથે સંદેશ આપતા શાળાના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે વિચાર પ્રેરક ગાંધી આદર્શની જીવન પદ્ધતિને મુક અભિનય દ્વારા રજૂ કરી હતી.

Previous articleરાજ્યભરમાં ગાંધી જયંતિની શાનદાર ઉજવણી
Next articleખેલમહાકુંભમાં બેલુર વિદ્યાલયની સિધ્ધિ