એપીએલ રેશન કાર્ડ ધારકોને સરકારે કેરોસીનનું વિતરણ બંધ કરતા કોંગ્રેસની કલેકટરને રજૂઆત

1265

સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા એપીએલ કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા રેશનિંગનો જથ્થો બંધ કરી દેવાતા આ સંદર્ભે શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.  રાજયના ગરીબી રેખા તથા મધ્યમ વર્ગીય પરિવારોને અત્યાદય યોજના હેઠળ વિતરણ કરવામાં આવતા કેરોસીનનું વિતરણ બંધ કર્યું છે. ઉપરાંત બીપીએલ કાર્ડ ન ધરાવતા લકોોને ગેસ કનેકશન આપવાનું પણ બંધ કરી દેવાતા અનેક પરિવારો કફોડી સ્થિતિમાં મુકાીઈ જવા પામ્યા છે. આ સંદર્ભેશ હેરના કોંગી કોર્પોરેટર હિંમતભાઈ મેણીયા, રહિમભાઈ કુરેશી, ઈકબાલભાઈ બામુસા, કાંતિભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ ચુડાસમાં સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્ત પરિવારોને સાથે રાખી આ પ્રશ્ન દિવસ ૭માં ઉકેલવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

Previous articleઅપહરણના ગુનામાં ૭ વર્ષથી વોન્ટેડ પિતા અને પુત્ર ઝડપાયા
Next articleપૂ.મહંતસ્વામીના હસ્તે વૃક્ષપૂજન કરાયું