કોંગ્રેસ જશ મેળવી ના લે તેવા હેતુથી રાજુલામાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્દઘાટન ભાજપે બંધ રખાવ્યું : ધારાસભ્ય

1011

રાજુલાની જનરલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્દઘાટન ભાજપ દ્વારા એટલા માટે બંધ રખાવ્યું કે તેનાથી કોંગ્રેસ જ ખાટી જાય તેવી બીક હતી તેથી આજે રાજુલ-જાફરાબાદના કોંગ્રેસના ધારાસભ્ય અંબીરશભાઈ ડેરે પત્રકાર પરિષદમાં આક્ષેપો કર્યા હતા તેમણે આ ઉપરાંત નેશનલ હાઈ-વે, રેલ્વે, ઉદ્યોગ, શિક્ષણ તથા સિંચાઈ સહિતના સાત મુદ્દે ચર્ચાઓ કરી હતી.

રાજુલા ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરના ઉદ્દઘાટન નિમિત્તે પાર્થ યુવા ગૃપ દ્વારા રક્તદાન કેમપ યોજવામાં આવેલ જેમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો કાર્યરત હોય રાજયમંત્રી કુમાર કાનાણી, સાંસદ કાછડીયા તથા ભાજપના જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ દ્વારા કોંગ્રેસ જશ ખાટી જશે તેવા ડરથી હોસ્પિટલના બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્દઘાટન બંધ રખાવેલ પરંતુ પાર્થ યુવા ગૃપ દ્વારા અન્ય જગ્યાએ કેમ્પ યોજવામાં આવેલ અને તેમાં ૧૦ર બોટલ બ્લ્ડ એકત્ર કરવામાં આવ્યું હોવાનું આજે ધારાસભ્ય અંબરીશ ડેરે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.

બ્લ્ડ સ્ટોરેજ સેન્ટરની મંજુરી મળી છે પરંતુ ભાજપના હાદ્દેદારોને ન ગમતી વાત હોવાથી ઉદ્દઘાટન લંબાઈ રહ્યું છે. ત્યારે એક રૂમની સગવડ અપાય તો બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં તમામ આધુનિક ચીજવસ્તુઓ મારા તરફથી વીસ લાખનો ખર્ચ થાય તો પણ વિસ્તારની વિવિધ કંપનીઓના સહયોગથી શરૂ કરાવીશ તેમ જણાવવા ઉપરાંત જયારે પણ ઉદ્દઘાટન કરાશે ત્યારે તેને શુભેચ્છા આપવા હું જઈશ તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે ખેડુતોને વિજળી પુરતી આપવા, રેલ્વેના પ્રશ્નો, નેશનલ હાઈ-વે, ઉદ્યોગ, સિંચાઈ, શિક્ષણ સહિતના પ્રશ્નો અંગે તેઓ ચિંતીત હોવા ઉપરાંત રજુઆતો કરાઈ હોવાનું જણાવ્યું હતું.

Previous articleઅપહરણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ ભદ્રાવળ-રના બે ઝડપાયા
Next articleભડલી ગામે ભુંડ પકડવા બાબતે વૃધ્ધની હત્યા કરનાર છ આરોપીને ઝડપી લીધા