ટીમ બેંગ્લોર એ ઓલ ઈન્ડિયા કેસ્ટ્રોલ બાઈક્સ સુપર મેકેનિકલ ટાઈટલ જીત્યું

839

બેંગ્લોર માંથી વિજેતા ૧, વિજેતા ૨ અને વિજેતા ૩ બાઈક્સ માટેની કેસ્ટ્રોલ સુપર મેકેનિક કન્ટેસ્ટની ફિનાલેમાં વિજેતા તરીકે ઊભરી આવ્યા હતા. દેશભરમાંથી ચોવીસ મેકેનિક્સે રોમાંચક ફાઈનલ ઈવેન્ટમાં એકબીજા સામે પોતાની કાબેલિયતની કસોટી કરી હતી. વિજેતાઓને હવે નવેમ્બર ૨૦૧૮માં બેન્ગકોકમાં યોજાનારી કેસ્ટ્રોલ એશિયા પેસિફિક બાઈક્સ સુપર મેકેનિક સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે.

આ ઈવેન્ટ છ મહિના લાંબી ચાલેલી કેસ્ટ્રોલ બાઈક્સ સુપર મેકેનિક કન્ટેસ્ટની રોમાંચક પૂર્ણાહુતિ હતી, જેમાં પ્રતિષ્ઠિત ચેમ્પિયન ટાઈટલ જીતવા માટે સ્પર્ધાના વિવિધ તબક્કામાં એક લાખથી વધુ મેકેનિક્સ ઊતર્યા હતા. સ્પર્ધા થકી અંગત અને સમૂહ તાલીમ સત્રો, ટેકનિકલ ટિપ્સ અને વિશેષ બૂટ કેમ્પ્સ થકી મેકેનિક્સની કુશળતા વધારવા પર ભાર આપવાનું ચાલુ રાખ્યું છે. આ વર્ષની સ્પર્ધામાં અજોડ ઉમેરો કેસ્ટ્રોલ ગેરેજ ગુરુ- ધ સુપર મેકેનિક શો હતો, જે ટીવી કાર્યક્રમમાં સ્પર્ધાને આવરી લેવા સાથે દરેક એપિસોડમાં દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા મેકેનિક્સ સાથે ચેટ શો વત્તા તાલીમ સત્ર યોજાયા હતા. શોનો હોસ્ટ બોલીવૂડનો અવ્વલ અભિનેતા જિમી શેરગિલ હતો, જેનું પ્રસારણ ઝી અનમોલ પર ૨૫મી નવેમ્બર, ૨૦૧૮ સુધી દર રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી થશે. કેસ્ટ્રોલ ઈન્ડિયાના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ કેદાર આપ્ટે અનુસાર કેસ્ટ્રોલ સુપર મેકેનિક કન્ટેસ્ટ ભારતના અત્યંત પ્રતિભાશાળી મેકેનિક્સને સન્માનિત અને પુરસ્કૃત કરવાના ધ્યેય તરીકે ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી અને આવું કરવા સાથે તેમને કુશળ બનાવવાની અને જ્ઞાન વિકસાવવાની તક પણ આપવામાં આવી હતી. આ વર્ષે અમે સ્પર્ધામાં આશરે એક લાખ મેકેનિક્સને જોડ્‌યા હતા. આ વર્ષે અમે ઈવેન્ટ સાથે જોડાયેલી એક વધુ રોમાંચક પહેલ ટીવી શો- કેસ્ટ્રોલ ગેરેજ ગુરુ- ધ સુપર મેકેનિક શો લોન્ચ કર્યો હતો.

વિજેતા ટીમ સભ્યમાંથી એક મેકેનિક જોસેફ પીટર રાજકુમાર એ જણાવ્યું હતું કે અમે મેકેનિક્સ પસે નવી ટેકનોલોજી જાણવા બહુ ઓછો સમય અને તક હોય છે અને અમે અમારા પોતાના ગ્રાહકો સિવાય ક્યાંય અમારી કુશળતા બતાવી શકતા નથી. કેસ્ટ્રોલે મને મૂલ્યવાન જ્ઞાન આપવા અને મારી કુશળતા બતાવવા માટે કેસ્ટ્રોલ સુપર મેકેનિક કન્ટેસ્ટ અને ગેરેજ ગુરુ ટીવી શો થકી ઉત્તમ તક આપી છે. આ સ્પર્ધા જીતવા બદલ મને વિશેષાધિકારની લાગણી થાય છે અને હું બેન્ગકોકમાં જવા અને કેસ્ટ્રોલ એશિયા પેસિફિક બાઈક્સ સુપર મેકેનિક રિજનલ ફાઈનલ્સમાં ભાગ લેવા માટે ભારે ઉત્સુક છું.

Previous articleવાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ
Next articleનિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું