સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટલમાં પાર્ટીઓ રાખીને કરતા હોય છે. પરંતુ આજકાલના યંગસ્ટર હવે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ સમાજ ઉપયોગી સારૂ કાર્ય કરી કરતા થયા છે. આજરોજ રૂચાબેન પંડયાનો ર૮મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેમણે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવવાનું નકકી કર્યું. તેઓએ ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઈ શેઠને જણાવ્યું કે હું મારા દરેક જન્મદિવસ હવે વૃક્ષારોપણ કરીને જ ઉજવીશ અને મને જેટલા વર્ષ થશે તેટલી સંખ્યામાં હું દર વર્ષે વૃક્ષારોપણ કરીશ. તેમના જન્મદિન નિમિત્તે ગ્રીનસીટી સંસ્થાના સભ્ય મેઘા જોશી દ્વારા તેમનું બુકે તથા ચોકલેટ આપી અભિનંદન પાઠવ્યા હતાં.
















