રાજુલાના અગરીયા ગામે સિંહ પરિવારે ૬ ગાયોનું મારણ કર્યુ

633

એક તરફ દલખાણીયા રેન્જમાં એક સાથે ર૩ સિંહોના મોતની ઘટનાના પડઘા સમ્યા નથી અને ર૩ સિંહોના મોતની અઘટીત ઘટના ઉપરથી વન વિભાગે ધડો લીધો ન હોય તેમ રાજુલા સામાજીક વનીકરણ વિભાગની બેદરકારી કે ફરજમાં નિષ્કાળજી હોય તેમ સિંહોની સુરક્ષામાં છીંડા રહી ગયા હોય તેમ આદસંગ આસપાસના વિસ્તારમાં રહેતા સિંહો કે અન્ય વિસ્તારના સિંહો રાજુલાના ધુડીયા-આગરીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચતા એક સાથે ૬ ગાયોનો શિકાર કરતા અફડાતફડીના માહોલ સાથે આ વિસ્તારના રહેવાસીઓમાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, સરકાર અને વન વિભાગ સિંહોની સુરક્ષા માટે જાગૃત અને કટીબધ્ધ હોવાનો દાવો કરે છે ત્યારે સિંહો જો રેવન્યુ વિસ્તારમાં ધસી આવી શિકાર કરતા હોય તો તેનું એક જ કારણ હોઈ શકે કે સિંહ પ્રજાતિ ૪ દિવસ સુધી ભુખ્યા રહી શકે પરંતુ પાણી વગર ર૪ કલાક રહી શકતા ન હોય પાણીની તલાશમાં નિકળેલા સિંહો દ્વારા શિકાર કરાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે ત્યારે વન વિભાગ પણ સતર્કતા રાખે તેવું સ્થાનિકો અને સિંહ પ્રેમીઓ ઈચ્છી રહ્યાં છે.

Previous articleજાફરાબાદ તાલુકા પંચાયતમાં આંતરીક કલહ ચરમસીમાએ
Next articleરાજકોટમાં નવ નિર્માણાધિન બારોટ જ્ઞાતિની વાડીનું લોકાર્પણ પૂ. મોરારીબાપુના હસ્તે યોજાશે