રાજકોટમાં નવ નિર્માણાધિન બારોટ જ્ઞાતિની વાડીનું લોકાર્પણ પૂ. મોરારીબાપુના હસ્તે યોજાશે

745

યુવાનો જ રાષ્ટ્ર તેમજ જેતે સમાજનું ભવિષ્ય છે તેને ચરીતાર્થ કરતા રાજકોટ યુવા બારોટ સોશીયલ ગૃપ પ્રમુખ કનકભાઈ પારકરા વહીવંચા બારોટ, વંશ લેખક આદીકાળથી સૌપ્રથમ સાક્ષરતા બારોટ સમાજ પાસે હતી પણ સમયાનુસારે હાલમાં લુપ્ત થવાના આરે અને પણ માત્ર બારોટ સમાજના અમુક વડીલોના અહંમના કારણે બારોટ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે હોય તેમજ વહીવંચા બારોટ સમાજમાં અંદરો અંદર કહેવાતી ૧૮મી સદીની ગોળ પ્રથા હજી અમુક લોકોએ પકડી રાખી વાડા પાડી બારોટ સમાજને વેર વિખેર કરી નાખ્યો ત્યારે ભારતીય મુળ સંસ્કૃતિને બેઠી કરવા અને બારોટ સમાજને એક તાતણે બાંધવા અને વાડા પ્રથાને નેસ્ત નાબુદ કરી સમસ્ત વહીવંચા બારોટ સમાજનું મહાસંગઠન કરવા રાજકોટ યુવા બારોટ સોશીયલ ગૃપના પ્રમુખ કનકભાઈ બારોટ અને કારોબારીના ઉપપ્રમુખ મનોજભાઈ સહિત કારોબારીના ઉપપ્રમુખ મનોજભાઈ સહિત કારોબારીના સભ્યોએ સૌપ્રથમ પહેલ કરી  રાજકોટ ખાતે વહીવંચા બારોટ સમાજવાડીનું આયોજન કર્યું અને તેના પ્રમુખ કનકભાઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લા તાલુકામાંથી વહીવંચા બારોટ સમાજના દાતાઓનો ખુબ જ આવકાર મળ્યો અને રૂા. દોઢ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજ વાડી પુર્ણતાને આકાર લઈ રહી છે. ત્યારે તે વાડીના ઉદ્દઘાટન માટે પ્રમુખ કનકભાઈ ઉપપ્રમુખ મનોજભાઈ અને સુપ્રસિધ્ધ ભજન સમ્રાટ જગમાલભાઈ બારોટ તલગાજરડા મોરારીબાપુના આશ્રમે પધારી બારોટ સમાજ વાડીના ઉદ્દઘાટન માટે આપના હસ્તે થાય તેવીવિનંતીને પુજય મોરારીબાપુએ ખુબ રાજીપો વ્યકત કરી હસતે મુખે આગામી તા. ૧૪-૧ મકરસંક્રાતના પવિત્ર દિવસની તારીખ આપી દેતા સમસ્ત વહવંચા બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો તેમજ આ પ્રસંગને વધુ દિપાવવા કનકભાઈ દ્વારા બારોટ સમાજના કલાકારો દેશ-વિદેશમાં ખુબ મોટું નામ એવા ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ, જગમાલ બારોટ, બીરજુ બારોટ, અરવિંદબ ારોટ, ગોપાલ બારોટ, ગુલાબદાન બારોટ, પુનમબેન બારોટ સહિત કલાકારોનો ભવ્ય લોક ડાયરો સંતવાણીનું આયોજન થનાર હોય તેમજ રાકીય મહાનુભાવો કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રેયાણી તેમજ અખિલ ભારતીય વંશાવલીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતમાં યોજાશે જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Previous articleરાજુલાના અગરીયા ગામે સિંહ પરિવારે ૬ ગાયોનું મારણ કર્યુ
Next articleખેલમહાકુંભમાં રાણીલક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની સિધ્ધી