ખેલમહાકુંભમાં રાણીલક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની સિધ્ધી

1522

કુંભારવાડા, અક્ષર પાર્ક વિસ્તારમાં આવેલ શાળા નં.૫૨ના યોગના બાળકો જિલ્લા કક્ષાએ ખેલ મહાકુભમા અંડર ૧૪ યોગસન મા પ્રથમ ત્રણેય આ જ શાળાના બાળકો પ્રથમ ચૌહાણ કરણ, દ્વિતિય મકવાણા હિતેન  અને તુતિય વેગડ કેવલ. તેમજ અંડર ૧૪ આરટીસ્ટમા પણ પ્રથમ મકવાણા હિતેન દ્વિતિય ધરજિયા કલ્પેશ અને તુતિય સરવૈયા હિતેશ  તથા અંડર ૧૪ રિધમિક મા દ્વિતિય ચૌહાણ કરણ ખુબ જ સારો દેખાવ કરી ચેમ્પિયન બનેલ છે. શાળાના શિક્ષક  ભગીરથભાઇ દાણીધારિયા તથા બીપીંનભાઇ કુવરિયા બાળકોને સતત માર્ગદર્શન આપે છે. ખેલ મહાકુભ યોગમા તમામ ગ્રુપ મા જિલ્લા ક્ક્‌ષાએ ચેમ્પિયન બનનાર એક માત્ર શાળાના વિધાર્થીઓને ચેરમેન નિલેષભાઈ રાવલ, શાસનાધિકારી  જિગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા અને આચાર્ય ઝૂબેરભાઈ કાઝીએ અભિનંદન પાઠવેલ છે.

Previous articleરાજકોટમાં નવ નિર્માણાધિન બારોટ જ્ઞાતિની વાડીનું લોકાર્પણ પૂ. મોરારીબાપુના હસ્તે યોજાશે
Next articleચોરાઉ મોટરસાયકલો સાથે કરચલીયાપરાના શખ્સો જબ્બે