જીવનનગર પ્રાચીન ગરબીમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના – ડૉ. કથીરીયા

792

જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુક્‌ ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી મંડળે અસાધારણ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ ગરબીમાં વસુધેવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. દરરોજ માનવ મહેરામણ ઉમટી પડે છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયાએ દિપ પ્રાગ્ટય સાથે લાણી વિતરણ કરતા જણાવ્યું કે જીવનનગર ગરબીમાં કયારેય નાત-જાત-કોમના ભેદભાવ જોવા મળતા નથી. વસુધૈવ કુટુમ્બકમનું સુત્ર સાર્થક કર્યું છે. જયંત પંડયાના નેતૃત્વના કારણે સમિતિએ લોકચાહના મેળવી છે. રાજયમાં સમિતિ મોખરાનું સ્થાન ધરાવે છે.

બાળાઓને લાણી, બહુમાન કરતાં ડૉ. વલ્લભભાઈ કથીરીયા, કાન્તાબેન કથીરીયા, મુકેશભાઈ પોપટ, હસુભાઈ મોડેસરા, ભાનુબેન ગોહિલ, આગેવાનો કરે છે. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ આ વર્ષથી મહિલા મંડળને ગરબીનું સંચાલન સોંપવાનો નિર્ણય સફળતાના શીખરે જોવા મળ્યો છે તેનો આનંદ છે. મહિલા મંડળનું ટીમવર્ક બેનમુન છે.

Previous articleસિહોર ગણપુલે મહિલા મંડળના રાસગરબા
Next articleરાજુલા તાલુકા કિસાનસંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આવેદન અપાયું