વેરાની વસુલાત માટે હરાજીનો પ્રથમ કિસ્સો બિડર હાજર ન રહેતા મૌકુફ

530

મહેસાણામાં સીલ કરેલા ૪ પ્લેનની હરાજી આજે કેન્સલ કરવામાં આવી છે. મહેસાણામાં ૪ પ્લેનની હરાજીમાં એક પણ બીડર હાજર ન રહેતા પ્લેનની હરાજી રદ્દ કરાઇ હતી. મહેસાણામાં ૪ પ્લેનની હરાજી માટે ૩ એજન્સીની નોંધણી કરાઈ હતી. પરંતુ કોઇ કારણસર ત્રણેય એજન્સીની સૂચક ગેરહાજરી નોંધાઇ હતી. હવે આગામી સમયમાં ફરી હરાજી હાથ ધરાશે.

તમને જણાવી દઇએ કે, ન.પા.ના સત્તાધીશો દ્વારા પ્લેનની હરાજી કરવાની હતી. ત્રિપલ એવિએશન કંપનીનો રૂપિયા ૫.૬૫ કરોડ વેરોબાકી હોવાથી ૪ પ્લેનની હરાજી કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે, તંત્ર દ્વારા છછછ એવિએશન કંપની પાસેથી વેરો વસુલવાનો બાકી છે. ૫ કરોડ ૬૨ લાખનો વેરો બાકી હોવાથી કંપની દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. જોકે હજી પણ વેરો બાકી હોવાના કારણે કંપની દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરાયું હતું.

જો કે એકપણ બીડર હાજર નહીં રહેતા હરાજી રદ કરાઈ છે. હાલમાં કંપનીની મિલકતની રિઝર્વ કિંમત ૧ કરોડ ૬૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. ૩ એજન્સીઓએ પ્લેનની હરાજીમાં ભાગ લીધો હતો, પણ હાજર ન રહેતા હરાજી રદ કરાઇ છે. તમને જણાવી દઇએ કે, હરાજીમાં ભાગ લેવા માટે એજન્સીઓ દ્વારા ૧૬ લાખ ૫૬ હજાર રૂપિયા ડિપોઝીટ પણ જમા કરાવવામાં આવ્યા છે.

Previous articleઆજે RTOની મેગા ડ્રાઇવ, શાળાઓ ખૂલવાની સાથે જ તંત્ર એક્શનમાં
Next articleપ્રેમી પંખીડાંએ એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમાં ઝંપલાવ્યું