સિક્સર ફટકારવાના મામલામાં રોહિત તેંડુલકર-ગાંગુલીને પાછળ છોડી શકે

919

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ૨૧ ઓક્ટોબરથી વન-ડે સિરીઝની શરૂઆત થવાની છે. ટેસ્ટ સિરીઝમાં ખરાબ રીતે હારનાર વેસ્ટઇન્ડિઝ ટીમ વન-ડેમાં કંઇક કમાવ દેખાડશે, એવું તો મુશ્કેલ જ દેખાઇ રહ્યું છે. હાં બીજી તરફ ભારતીય બેટ્‌સમેનોની નજર મોટા-મોટા સ્કોર બનાવવાની સાથે ઘણા રેકોર્ડસ પર પણ છે. આ જ કડીમાં રોહિત શર્માની નજર પણ રોકોર્ડ પર હોઇ શકે છે.

આ સિરીઝમાં રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સિક્સરો લગાડવાના મામલામાં સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાના વન-ડે કરિયરમાં ૧૮૬ સિક્સરો ફટકારી છે. ત્યાં જ સચિન તેંદુલકરના નામે ૧૯૫ અને સૌરવ ગાંગુલીના નામે ૧૯૦ સિક્સર છે. રોહિત શર્મા હવે સૌરવ ગાંગુલીથી માત્ર ૪ જ્યારે સચિનથી ૯ સિક્સર પાછળ છે.

હવે જે રીતે તેણે એશિયા કપમાં બેટિંગ કરી છે, તેને જોઇ એ જ લાગી રહ્યું છે કે, તે આ બંન્ને દિગ્ગજોથી આ જ સિરીઝમાં પાછળ છોડી દેશે.. જોકે, મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડવા માટે તેને વધારે સમયની રાહ જોવી પડશે. ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માર્યા છે. ૩૨૭ મેચો રમીને ધોનીએ ૨૧૭ સિક્સરો ફટકારી છે.

Previous articleકુલદિપ યાદવ ભવિષ્યમાં ભારતનો નંબર-૧ સ્પિન બોલર હશે : ભજ્જી
Next articleએશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ હોકીમાં ભારતે ઓમાનને ૧૧-૦થી હરાવ્યું