પાનવાડી ચોક પાસે રીક્ષા અને સ્કુટરનો અકસ્માત : ૧નું મોત

1412

શહેરના પાનવાડી વીસ્તારમાં સાંજના સુમારે રીક્ષા અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં પાર્ક કરેલ કાર સાથે રીક્ષા અથડાતા ચાલકનું સારવાર દરમ્યાન  મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના મોતી તળાવ ખાતે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ધનજીભાઈ જાદવભાઈ ચુડાસમાં ઉ.આશરે પ૦ પોતાની પીયાગો રીક્ષા નં. જી.જે.૪ એ.ટી. ૬૧૬૧ લઈ પાનવાડી વીસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે સામેથી ત્રણ સવારીમાં આવી રહેલ સ્કુટર નં. જી.જે.૪ સીએમ ૩૬પ૧ના ચાલક સાથે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક તેને બચાવવા જતાં બાજુમાં પાર્ક કરેલ કાર સાથે રીક્ષા અથડાતાં ધનજીભાઈને પડખાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં તેમનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમહુવા તા.પ્રા. શિક્ષક સંઘની બેઠક યોજાઈ
Next articleમહુવા ખાતે બારોટ સમાજની બેઠક યોજાઈ