અવાણીયા ગામે એકતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત

955

રથ નં. ૦૧ ના માધ્યમથી ફરતી એકતા રથયાત્રા તા. ૨૦ તથા ૨૧ ના રોજ  ભાવનગર તાલુકાના નક્કી કરાયેલાં ગામોમાં પરિભ્રમણ કરી અને આજે તા. ૨૨ ના રોજ ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામે  આવી પહોંચતા તેનું  ગામની બાલિકાઓએ તથા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ

ગામના સરપંચ રંજનબા ભરતસિંહ ગોહિલ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત એકતા રથયાત્રાના ગામના ઈન્ચાર્જ લોકોએ સમુહમાં એકતાના શપથ લીધા હતા એકતા રથયાત્રા સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને પદાધિકારી, અધિકારી એ ફૂલહાર પહેરાવી નમસ્કાર કર્યા હતા રથ પર લગાવેલ વિશાળ પડદા પર સરદાર સાહેબના જીવન સંદેશા ને લગતી ફીલ્મ ગ્રામજનો ને દર્શાવવામાં આવી હતી.  આ એકતા રથયાત્રાને ફ્લેગ ઓફ આપી ઘોઘા તાલુકાના હોઈદડ, મલેકવદર, પડવા, નથુગઢ, સાણોદર, વાવડી, તણસા, કુકડ, કંટાલા, ગોરીયાળી, નવાગામ ચણીયાળા ગામે પરિભ્રમણ કરવા પદાધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યુ હતુ .  આ એકતા રથયાત્રા આજે તા. ૨૨ ના રોજ ચણીયાળા ગામે રાત્રિ રોકાણ કરી આવતી કાલે તા. ૨૩ ના રોજ પાણીયાળા, ભીકડા, વાળૂકડ, જુના પાદર, કણકોટ, લાખણકા, મામસા, નેસવડ,ત્રાંબક, ઉખરલા, માલપર, તગડી ગામે પરિભ્રમણ કરશે અને સરદાર સાહેબ નો એકતારૂપી  જીવન સંદેશો જન જન સુધી પહોંચાડશે.

અવાણીયા ગામે યોજાયેલાં કાર્યક્રમમાં જિલ્લાના સંગઠનના પદાધિકારી દિગ્વિજયસિંહ ગોહિલ, મદદનીશ  તાલુકા વિકાસ અધિકારી ડી. કે. ઝાલા, વિસ્તરણ અધિકારી આર. એચ. વાઘેલા, ગ્રામ સેવક એચ. એચ. રાવલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.