ફરી એકવાર ક્રિકેટ મેદાનમાં નજરે પડશે દોસ્ત સચિન-કાંબલી!!

937

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડી ભારત માટે રમવા પહેલા જ મશહૂર થઈ ગઈ છે. ૧૯૮૮માં આઝાદ મેદાનમાં સ્કૂલમાં રમતા ક્રિકેટ દરમિયાન ૬૬૪ રનોની ભાગીદારી કરી હતી. અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. હવે આ દિગ્ગજ જોડી એક વાર ફરી ક્રિકેટ મેદાનમાં પોતોનો જાદૂ ચલાવશે. પણ આ વખતે તેમનો ટાર્ગેટ છે પ્રતિભાઓને નિખારવી અને મુંબઇ અને ભારતના ક્રિકેટ જગતમાં ટોપ બનાવી રાખવો.

૯૦ના દશકમાં કાંબલી અને તેડુંલકરની જોડી જય અને વીરૂની જોડીના નામથી જાણીતી હતી, પણ જ્યારે પોસ્ટ રિટાયરમેન્ટ પાર્ટીમાં સપિને કાંબલીને આમંત્રણ ન આપ્યુ તો કાબંલીને બહુ ખરાબ લાગ્યુ તેણે કહ્યુ કે સચિનને તેનો સ્કૂલનો લંગોટિયો મિત્ર યાદ ન રહ્યો.

૯ વર્ષ પહેલા વિનોદ કાંબલીએ સચિન તેંડલકર સાથે પોતાની દોસ્તી એ કહીને ખત્મ કરી હતી કે તેના ખરાબ સમયમાં સચિને તેનો સાથ આપ્યો ન હતો. કાંબલીએ એક રિયાલિટી શોમાં જાહેરમાં આ વાત કરી હતી.

Previous articleધોની માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી મહત્ત્વની : ગાંગુલી
Next articleપાકિસ્તાન સામેની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં એન્ડરસન અને ફિલિપ્સની વાપસી