ભારત-વિન્ડીઝ વચ્ચે બીજી વનડે મેચ માટે તખ્તો તૈયાર

2039

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. મેચને લઇને તમામ તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પ્રથમ મેચથી આ બાબતની સાબિતી મળી ગઇ છે. ડેનાઇટ મેચનુ બપોરે ૧.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.ગુવાહાટીમાં  રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૫૨ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૧૪૦ રન ફટકાર્યા હતા.  કોહલીએ ૧૦૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ૧૦ રનમાં પડ ગયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી  હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. ગુવાહાટી મેચ પહેલા કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા હતા અને તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પૈકી ગુવાહાટીમાં રમાયેલી મેચમાં કોહલીએ ૧૪૦ રન ફટકારી દીધા હતા. આની સાથે જ હવે કોહલીને ૧૦૦૦૦ રન પુરા કરવા બીજા ૮૧ રનની જરૂર રહી છે.જેથી પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે.