આવતીકાલથી પ્રારંભ થતાં આસો માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનું સંક્ષિપ્ત પંચાગ અવલોકન

1332

આવતીકાલે તા.૨૫-૧૦-૨૦૧૮ હેમતઋતુ દક્ષિણાયન સંવતં ૨૦૭૪ શાકે ૧૯૪૦ તહેવારોની હારમાળા લઈને આશ્ચિત માસનો કૃષ્ણપક્ષ આવી રહ્યો છે. તા.૦૭-૧૦-૨૦૧૮  દિવાળીને દિવસે આસો માસનો કૃષ્ણપક્ષ પૂર્ણ થશે. સાથે સાથે વિક્રમને દિવસે આસો માસનો કૃષ્ણપક્ષ પૂર્ણ થશે. સાથે સાથે વિક્રમ સવંત ૨૦૭૪ તથા જૈન વીરસંવત ૨૫૪૪ પણ પૂર્ણ થશે.

આ પક્ષમાં સામાન્ય દિન શુધ્ધિની દ્રષ્ટિએ મુસાફરી પ્રમાણ, ખરીદી, વેચાણ, કોર્ટ કચેરીને દસ્તાવેજી કે તેવા અન્ય મહત્વનાં કાર્યો માટે આ પક્ષમાં તા.૨૫-૨૮-૩૧-૦૫ તથા ૦૭  શુભ-શ્રેષ્ઠ ગણાય જ્યારે તા.૨૯-૩૦-૦૧ દરેક રીતે મધ્યય સામાન્ય તથા તા.૨૬-૨૭-૦૨-૦૩-૦૪-૦૬ અશુભ ગણાય.

ગ્રામ જનતા તથા ખેડુત મિત્રોનાં ખેતીવાડી વિગેરે કામકાજ માટે ખાસ કરીને હળ જોડવા માટે તા.૨૫-૩૧ તથા ૦૫ શુભ છે ખાસ કરીને આ દિવસોમાં રીંગણા, ડુંગળીનાં રોપા, મરચા, મેથી, ધાણા, જવ, ઘઉ, ચણા વાલ રાજગરો, તથા તેવા ન્ય શિયાળુ પાકના વાવેતર માટે તા.૨૫-૨૮ ૩૧, ૦૧-૦૫ ઉત્તમ ગણાય અનાજની કાપણી લણણી નિંદામણ, માટે તા.૨૫-૩૧, ખેતીવાડીને માલ સામાનની ખરીદી કે વેચાણ માટે તા.૨૫ ઉપરનેર દ્વારા ધાન્ય ભુસા માટે તથા ઘર ખેતર ભૂમિની લેવડ દેવડ માટે આ ગાળામાં કોઈ સંતોષકારક દિવસ આવતો નથી પશુની લેવડ દેવડ માટે તા.૨૫-૨૯ તથા ૩૧ શુભ ગણાય ઉપર જણાવેલ શુભ મુર્હુતોનો ખેડુત મિત્રોએ તથા ગ્રામજનતાએ ખાસ લાભ લેવા સૂચન છે આ પક્ષમાં પંચક કે વિછુડો નથી.

વ્યાપારી વર્ગ માટે નવા વર્ષનાં ચોપડાનાં મુર્હુત તૈયાર કરીને આવેલ છે. નવા વર્ષનાં ચોપડાનાં ઓર્ડર આપવા માટે કે ડીલીવરી લેવા માટે તા.૩૧-૧૦-૧૮ (પુષ્ય નક્ષત્ર)સવારનાં ક.૦૬.૪૫ થી ૦૯-૩૪, ક.૧૦-૫૯ થી ૧૨-૨૪, બપોરનાં ક.૧૫-૧૩ થી ૧૮-૦૨, ઉત્તમ મુર્હુત છે.

તા.૫-૧૧-૧૮ ધનતેરસ દિવસે ધનપૂજા કુબેર પૂજા માટે સવારનાં ક.૬-૪૮ થી ૦૮-૦૨, ક.૦૯-૩૬ થી ૧૧-૦૦ બપોરનાં રાત્રે ક.૨૨-૪૮ થી ક.૨૪-૨૪ શ્રેષ્ઠ છે. કોઈ સંજોગોમાં હજુ સુધી ચોપડા ન લાવી શકાયા હોય તો તેના માટે પણ આ શુભ મુર્હુત છે. ગાદી બિછાવવા તથા કલમ ઘડવા માટે પણ તે શુભ છે.  તા.૬-૧૦-૨૦૧૮ મહાકાલી ચૌદસને દિવસે બૈરવ બટુક વીર, હનુમાન, મહાકાલી તેમજ દરેક પ્રકારની તાંત્રિક આરાધના ઉપાસના માટે ઉપરાંત મશીનરીની પૂજા માટે પણ સવારનાં ક.૦૯-૩૫ થી ૧૩-૪૦, બપોર ક.૧૫-૧૧ થી ૧૬-૩૫સાંજના ક.૧૯-૩૪ થી ૨૧-૧૧ તથા રાત્રિનાં ક.૨૨-૪૭- થી ૨૬-૦૦ શ્રેષ્ઠ છે. તા.૭-૧૦-૨૦૧૮ દિવાળીને દિવસે શારદા ચોપડા પૂજન માટે સવારનાં ક.૦૬-૩૯ થી ૦૯-૩૬, ૦૯-૪૯ થી ૧૨-૨૩ બપોરે ક. ૧૨-૪૯ થી ૧૭-૪૯  સાંજના ક. ૧૮-૨૭ થી ૨૪-૨૩ તથા રાત્રિનાં ૨૪-૫૫ થી ૨૭-૦૫ શ્રેષ્ઠ મુર્હત છે. તા.૮-૧૦-૨૦૧૮ નાં નૂતન વર્ષ ૨૦૭૫ નાં સ્વાગત નિમિત્તે પ્રથમવાર દુકાન પેઢી ફેકટરી કે ઓફિસ ખોલવા માટે તથા નવા વ્યાપારી સોદાનાં મુર્હુત માટે સવારનાં ક.૦૬-૫૦ થી ૧૧-૦૧, તથા બપોરનાં ક.૧૨-૨૪ થી ૧૩-૪૭ શુભ છે. તા.૧૨-૧૦-૨૦૧૮ લાભ પાંચમનાં શુભ દિને દુકાન પેઢી ઓફિસ કે ફેકટરી ખોલવા માટે કે નવા વર્ષનાં સોદા કરવા માટે શુભ મુર્હુતનો સમય સવારનાં ક. ૦૬-૫૨ થી ૯-૧૦ તથા ૯-૩૦ થી ૧૧ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહાદાનગર સ્થિત અક્ષરપાર્કમાં અધુરા વિકાસ કાર્યોથી સ્થાનિકો તોબા..!