દિવાળી વેકેશનને લઇ ખાનગી શાળાઓ દ્રારા શિક્ષણમંત્રીને રજૂઆત

735

સરકારે ચાલુ વર્ષે જાહેર કરેલા નવરાત્રિ વેકેશનનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યારે હવે શાળાઓમાં દિવાળી વેકેશનને લઇને વિરોધનો વંટોળ શરૃ થઇ ગયો છે. જેમાં રાજ્ય શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ૧૪ દિવસના દિવાળી વેકેશન સામે ૨૧ દિવસનું વેકેશન જાહેર કરતા શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી ગયો છે. એવામાં હવે ખાનગી શાળાઓ ૨૧ દિવસના દિવાળી વેકેશન માટે જીદે ચઢી હોય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને તે અંગે રજૂઆત પણ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ૮ દિવસના નવરાત્રિ વેકેશનને સુરતની ખાનગી શાળાઓએ જાકારો આપ્યો હતો. હવે બોર્ડના ૧૪ દિવસના દિવાળી વેકેશનથી વિપરીત ખાનગી શાળાઓએ ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરીને રાજ્ય સરકાર, શિક્ષણમંત્રી સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહીં, ખાનગી શાળાઓએ ૨૧ દિવસનું જ દિવાળી વેકેશન આપવાની જીદ પકડી હોય હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તે અંગે રજૂઆત કરીને સમગ્ર મુદ્દે પુનઃવિચારણા કરવાની અરજ કરી છે.

Previous articleબજારોમાં હાર-તોરણની ધૂમ
Next article૮૪ કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનુ સન્માન