શક્યતાઓને પડકારમાં પરિવર્તિત કરી તકને અવસર રૂપે સજાવી શકે તે યુવાન : કુલપતિ ગીરીશભાઈ પટેલ

966

‘ઝીંદગીનિ ગેરેન્ટી કે વોરન્ટી નથી પરંતુ, એક જ વખત મળતી ઝીંદગી માણસને આગળ વધવા તેની ક્ષિતિજો ખીલવવા અનેક તક અને શક્યતાઓ બક્ષે છે, શક્યતાઓને પડકારમાં પરિવર્તિત કરી તકને અવસરરૂપે સજાવી સકે તે યુવાન. આજના તમામ યુવાનોમાં આ બહુવિધ પ્રતિભાઓ પડેલી છે અને યુવક મહોત્સવ યુવાનોમાં પડેલી શક્તિઓને ખોલવવા પ્લેટફોર્મ પૂરું પડે છે.’ તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૨૮માં આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવકમહોત્સવ ખુલ્લો મુકતા કાર્યકારી કુલપતિ ડૉ. ગીરીશભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચન કરતા જણાવાયું હતું. તક્ષશીલા કોલેજના યજમાન પદે આજથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૨૮માં આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ત્રિ- દિવસીય રંગારંગ કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના એમ્ફી થિયેટર કતે ભવ્ય ઉદઘાટન સમરોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌને આવકારતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને સમારોહના અધ્યક્ષ ડૉ. ગીરીશભાઈ પટેલે નેક નામદાર પ્રાતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને ઉપસ્થિત રહેલાં રાજવી પરિવારને સન્માનભેર આવકાર્યો હતો. આ પ્રસંગે ઉદ્ઘાટક ડૉ. હિમાંશુ પંડ્યા (કુલપતિ, ગુજરાત યુનિવર્સીટી), મુખ્ય અતિથિ પદે ડૉ. મનસુખભાઈ માંડવિયા મેયર મનભા મોરી, એસ.પી. પી.એલ. માલ, બ્રીજરાજદાન ઈ. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વિજયરાજસિંહ ગોહીલ (નેકનામદાર મહારાજા સાહેબ, ભાવનગર), સંયુકતાકુમાર ીદેવીજી, યુવરાજ જયવીરરાજ સિંહજી ગોહીલ, કૃતિરંજની કુમારીદેવીની ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ તમામ સ્પર્ધકોને યુવક મહોત્સવમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ ‘કમિટમેન્ટ’ અને ‘ડેડીકેશન’ થકી ધ્યેયપ્રાપ્તિ અને લક્ષ્યસિધ્ધિ માટે અથાગ પરિશ્રમ કરવા યુવાનોને સલાહ આપી હતી. જયારે, યજમાન સંસ્થા તક્ષશીલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મૌલિકભાઈ પાઠકે યુવક મહોત્સવનું યજમાનપદ મળવાના કારણોથી લઇ મહોત્સવને અહીં સુધી પહોંચાડવા બદલ મદદરૂપ થનાર નામી અનામી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ દુહા, છંદની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌ યુવાધનને ડોલાવી દીધા હતા. આ તકે તેમણે નવયુવાનોને વ્યસનથી દુર રહેવા સલાહ આપી હતી. જયારે ઉદ્ઘાટન સમારોહના અંતે શા.શી નિયામક દિલીપસિંહ ગોહિલે આભારવિધિ કરી હતી.  ઐશ્વયમ્‌ યુવા મંથન ર૦૧૮ આજના દિવસ દરમ્યાન વિવિધ મંચ પર વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી. યુવક મહોત્સવનો પ્રથમ દિવસ ખુબજ ભરપુર માત્રામાં હર્ષ ઉલ્લાસ સાથે પુર્ણ થયો હતો. આખા દિવસ દરમ્યાન સ્પર્ધકો તેમજ તેમની કોલેજોએ, પરીવારજનોએ તથા ભાવનગરની જાહેર જનતાઓએ, આમંત્રિત મહેમાનોએ ઉર્મીભેર કાર્યક્રમને નિહાળ્યો હતો. કુલ ૩૧ સ્પર્ધાઓ પૈકી પ્રથમ દિવસે ૧૦ સ્પર્ધાઓ પુર્ણ થઈ ચુકી છે.

Previous articleસિહોર શહેરને આગામી દિવસોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે
Next articleયુવતિ સાથે આડા સંબંધની આશંકા રાખી ૬ શખ્સોએ યુવાનનું અપહરણ કર્યુ