શોએબ અખ્તરે વિરાટ કોહલીને ૧૨૦ સદીનો ટાર્ગેટ આપ્યો…!!

828

વિરાટ કોહલીએ પુણેમાં સદી ફટકારવાની સાથે સતત ત્રણ વન ડેમાં સદી મારાનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ તેના વન ડે કરિયરની ૩૮મી સદી હતી, તેમ છતાં તે ભારતને જાતાડી શક્યો નહોતો. કોહલીએ સીરિઝમાં પહેલી મેચમાં ગુવાહાટીમાં, બીજી મેચમાં વિશાખાપટ્ટનમમાં સદી ફટકારી હતી.

કોહલીના આ પ્રદર્શનના વિશ્વના અનેક ક્રિકેટરો પ્રશંસક બની ગયા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટિ્‌વટ કરીને ભારતીય કેપ્ટનને નવો પડકાર આપ્યો છે. રાવલપિંડી એક્સપ્રેસે કોહલી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૨૦ સદીનો ટાર્ગેટ રાખ્યો છે.

શોએબ અખ્તરે ટિ્‌વટ કરીને લખ્યું કે, “ગુવાહાટી-વિશાખાપટ્ટનમ, પુણે. વિરાટ કોહલી અલગ જ વ્યક્તિ છે. સતત ત્રણ વન ડે સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બનવાની સિદ્ધી તેણે મળવી છે. તે ખરેખર રન મશીન છે. હું તારા માટે ૧૨૦ સદીનો ટાર્ગેટ રાખું છું.

પુણે વન ડે જીતવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં ૧-૧ની બરાબરી પર આવી ગઈ છે. ચોથી મેચ ૨૯ ઓક્ટોબરે મુંબઈમાં રમાશે.

Previous articleમારા પરિવારના સભ્યો સાથે ખરાબ વ્યવહાર કરવાની કોઈની હિંમત નથી : સૈફ અલી ખાન
Next articleધોની ટેસ્ટની જેમ વન-ડેમાં પણ ક્રિકેટને અલવિદા કહી વિશ્વ જગતને અચંબિત કરશે..!!?