ધંધુકાના આકરૂ ગામેથી એકતાયાત્રા રથનો કરાવ્યો પ્રારંભ

1126

ધંધુકા તાલુકાના આકરૂ ગામે એકતાયાત્રા રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રારંભે પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કુમ કુમ તિલક કરવામાં આવેલ. આ એકતા યાત્રા પ્રારંભમાં ઉપસ્થિત સાંસદ દેવજીભાઈ ફતેપુરા, બાબુભાઈ પટેલ, દસકોઈ ધારાસભ્ય, નવદિપસિંહ ડોડિયા, અમદાવાદ ભાજપ મહામંત્રી સહદેવસિંહ ગોહિલ, એપીએમસી ચેરમેન ધંધુકા, સાગરભાઈ સોલંકી, ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ, દિગ્પાલસિંહ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

તો એકતા યાત્રા રથનો પ્રારંભ કરાવ્યો ત્યાંથી લઈ પુર્ણાહુતિ થઈ ત્યાં સુધી વ્ય્વસ્થાના ભાગરૂપે સંચાલન અંગે ધંધુકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનદેવસિંહ ચુડાસ, તાલુકાના આઈ.આર.પરમાર મામલતદાર ધંધુકા, બી.એન.ચારણ, ટી.ડી.ઓ ધંધુકા, ઘનશ્યામસિંહ ગોહિલ, વિસ્તરણ આઈઆરડી વિભાગ તમામે અધિકારીઓ સહિત જવાબદારી સંભાળી હતી એકતા યાત્રા રથ આકરૂ ખાતે પ્રારંભ કર્યા બાદ તગડી, જસ્કા, પીપળ, ઉચડી, રોજકા, કોટડા, ગુજાર, મોરસિયા, વાગડ, અણીયાળી ભીમજી, સાલાસર પ્રથમ દિવસે યાત્રા પહોંચી હતી તો બીજી દિવસે જાળીયા, અડવાળ, બાજરડા, નાના પ્રાડિયા, મોટા પ્રાડિયા, ખડોળ, ખસ્તા, હરીપુરા, ફતેપુર, પચ્છમ, રતનપુર થઈ ફેદરા થઈ ધંધુકા સહિતના રૂઠ પરથી પસાર થઈ હતી. અને લોકોને એકતા યાત્રા અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

Previous articleઅમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકાને અછતગ્રસ્ત શા માટે જાહેર ન કરાયા
Next articleરાણપુરમાં અબોલ પશુઓ માટે ઉપવાસ પર બેસેલા પશુ પ્રેમીએ પ્રશ્ન ઉકેલાતા પારણા કર્યા