એશિયન ચેમ્પ્યિન્સ ટ્રોફી : વરસાદને કારણે ફાઈનલ રદ થતા ભારત-પાક. સંયુક્ત વિજેતા

1128

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ચેમ્પ્યિન્સ ટ્રોફી હોકીમાં રમાનારી ફાઇનલને લઇને જે ઉત્સુક્તા બની હતી. તેની પર વરસાદે પાણી ફેરવી દીધું છે. મસ્કટમાં રવિવારે મુકાબલો શરૂ થાય તે પહેલા જ ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે મેચ રદ કરવી પડી હતી. ભારતનું પાકિસ્તાનને હરાવીને આ ખિતાબ કાયમ રાખવાનું સપનું તૂટી ગયું. ભારત અને પાકિસ્તાનને આ વખતે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. ભારત અને પાકિસ્તાન બન્ને ટીમોને બે-બે વખત આ ટૂર્નામેન્ટમાં જોરદાર જીત હાંસલ કરી છે. ૨૦૧૬માં આ ટૂર્નામેન્ટમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ૩-૨થી હરાવીને પુરસ્કાર મેળવ્યો હતો. આ પહેલા ભારતીય ટીમ ૨૦૧૧માં પણ ફાઇનલમાં પાકિસ્તાન સાથે રમી ચૂક્યું છે. તેમા પણ ભારતીય ટીમે બાજી મારી હતી. ગત વિજેતા ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયાઇ રમતમાં સ્વર્ણ પદક વિજેતા ટીમ જાપાને ૩-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પાકિસ્તાને શનિવારે મોડી રાતે રમવામાં આવેલ એક અન્ય સેમીફાઇનલ મેચમાં મલેશિયાને શૂટ આઉટમાં ૩-૧થી હરાવ્યું હતું.

Previous articleકર્ણાટકમાં સની લિયોનની ફિલ્મને લઇને વિરોધ તીવ્ર
Next articleભૂતકાળની સજાના કારણે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટૅમ્પરિંગનું કૌભાંડ થયુંઃ સ્ટીવ  વૉ