બરવાળામાં એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત

620

બરવાળા શહેરમાં એકતા યાત્રારનું આગમન થતા ભવ્ય સ્વ્ગત કરવામાં આવ્યું હતું. જેમાં બળવંતસિંહ મોરી (પ્રમુખ બરવાળા ન.પા.) રાજુભાઈ જાદવ (ઉપપ્રમુખ) પ્રતાપભાઈ બારડ, નટુભાઈ વાઘેલા, ભાવસંગભાઈ તલસાણીયા (પ્રમુખ બરવાળા શહેર ભાજપ) જામસંગભાઈ પરમાર, બ્રિરાજસિંહ ઝાલા, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આગેવાનો, નગરજનો તેમજ કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  બરવાળા નગરપાલિકા વિસ્તારમાં તા. ર૯-૧૦-૧૮ના રોજ બપોરના ૧-૩૦ કલાકે એકતા યાત્રાનું આગમન સ્વામિનારાયણ મંદીર ખાતે થયું હતું. જયાં બળવંતસિંહ મોરી (પ્રમુખ બરવાળા ન.પા.) સહિતના આગેવાનો, હોદ્દેદારો, નગરજનો તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનીઅ ારતી ઉતારી, ફુલહાર ચડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ એકતા યાત્રા આગમન પુર્વે આગેવાનો તેમજ બરવાળા ન.પા.ના સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા અખંડ ભારત એકતાના શપથ લેવામાં આવ્યા હતાં. અને એકતા યાત્રા બરવાળા શહેરની મુખ્ય બજારમાં ફરી હતી અને ઠરે-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleલોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા બાપુ ખગોળ મેળા અંતર્ગત આકાશ દર્શનના કાર્યક્રમો
Next articleએબીવીપીના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ