સાર્વજનીક ગ્રંથાલય પ્રવૃત્તિઓનો વ્યાપ વધે અને પ્રજાજનોને વધુ સુંદર ગ્રંથાલય સેવા પ્રાપ્ત થાય તે માટે ગ્રંથાલય દ્વારા આયોજનબધ્ધ કામગીરી હાથ ધરાઈ રહી છે. સ્વચ્છતા અને આરોગ્ય સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હેતુથી રાજા રામમોહનરાય લાયબ્રેી ફાઉન્ડેશન કોલકતા, સરકારી જિલ્લા પુસ્તકાલય ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધી સ્મૃતિથી શિશુવિહાર સુધીની રેલી કાઢવામાં આવેલ અને શિશુવિહાર ખાતે યુવરાજ જયવિરરાજસિંહજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
















