સરકારી કચેરીના કર્મચારીઓને ઓફીસ મેનેજમેન્ટ વિષય પર તાલીમ અપાઈ

831

આજે તા. ૩૦ ના રોજ ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દિલ્હી તથા સ્પીપા રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓનાં કર્મચારીઓના વ્યક્તિત્વ ઘડતર, ઓફીસ મેનેજમેન્ટ વિષયે યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો  હતો

આ તાલીમ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસે તાલીમાર્થી એવાં સરકારી કર્મચારીઓને રીલેક્ષ મુડ માં તાલીમ લેવા અનુરોધ કર્યો હતો અને તેનાથી થનારા ફાયદાઓ જણાવ્યા હતા.

ટ્રેનીંગ આપનારા ઓફીસરો એમ. એસ. કોઠારી, જી. એ. ઠાકરે વિશાળ પડદા પર કોમ્યુટર, વેબસાઈટ, મોબાઈલ નાં કેટલાંક મહત્વના ફંકશનો ની સ્લાઈડ શો દ્વારા જાણકારી આપી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં એન. આઈ. સી. ના ડી. આઈ. ડી. ડી. આઈ. ચૌહાણ, ડીઝાસ્ટર મામલતદાર એચ. બી. ભગોરા, નાયબ મામલતદાર  રાજેશ ગાંધી, એસ. વી. જાંબુચા, કનોડીયા સહિત જિલ્લામાંથી સરકારી કર્મચારીઓ તાલીમ અર્થે હાજર રહ્યા હતા.

Previous articleગ્રીનસીટી દ્વારા એક વર્ષ પહેલા નખાયેલ પેન્ટાકોરમનું વૃક્ષ ફુલોથી ખીલી ઉઠયું
Next articleનિર્મળનગરમાંથી ર૮ પેટી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝબ્બે