સરદાર દર્શન ગેલેરીની તસવીરોની દયનિય સ્થિતી !

1271

આવતીકાલ તા.૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ૧૮૨ મીટર ઉંચી સરદાર સાહેબની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ખુલ્લી મુકવામાં આવનાર છે. ત્યારે બીજી તરફ ભાવનગર ખાતે સરદાર સ્મૃતિમાં બનાવાયેલી સરદાર પટેલનાં જીવન ચરિત્રને ઉજાગર કરતી સરદાર દર્શન ગેલેરી છેલ્લા એક વર્ષથી જર્જરીત થઈ હોય નાણાનાં અભાવે બંધ કરી દેવાઈ છે અને તેમાં રહેલી દુર્લભ તસવીરો ધુળ ખાઈ રહી છે.

ભાવનગરમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનાં નામ સાથે એક સરદાર સ્મૃતિ બનાવાઈ છે જેને ઈ.સ. ૧૯૫૭માં તે વખતનાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂનાં હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી આ સરદાર સ્મૃતિમાં બીજા માળે સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન ચરિત્રનો આવરી લેતા ફોટાનું પ્રદર્શન સરદાર દર્શન ગેલેરી બનાવવામાં આવેલ. સરદાર દર્શન ગેલેરી બનાવવામાં આવેલ વિભાગની ટ્રસ્ટી દ્વારા જાળવણીનાં અભાવે જર્જરીત થઈ જવા પામેલ છે. ત્યારે છેલ્લા એકાદ વર્ષથી સરદાર દર્શન ગેલેરીને તાળા મારી દેવામાં આવ્યા છે અને તેમા રહેલી સરદાર પટેલનાં જીવન ચરિત્રની દુર્લભ તસ્વીરોને ઉપરનાં માળે ઢગલો કરી દેવામાં આવી છે અને ને ધુળ ખાઈ રહી છે. તેમ છતાં ટ્રસ્ટીઓ કે તંત્રને કાંઈ પડી નથી. છેલ્લા ૧ વર્ષથી સરદાર દર્શન ગેલેરી બંધ થવાનાં કારણે લોકો સરદારની પ્રવૃત્તિથી અજાણ બન્યા છે. જો કે સત્તાધીશો દ્વારા ગેલેરી નથી બનાવવાનું ગાણુ ગાઈ રહ્યા છે. પરંતુ સરકાર ગ્રાંટ આપતી ન હોવાનાં કારણે કામ ખોરંભે હોવાનું જણાવેલ ત્યારે ટ્રસ્ટીઓ અને સરકારે સંકલન કરીને ફરી ગેલેરીને ધમધમતી કરવી જોઈએ.

Previous articleશિક્ષણ સમિતિની સાધારણ સભાનો કોંગ્રેસના સભ્યોએ કરેલો બહિષ્કાર
Next articleમહાપાલીકાનું બોર્ડ છે કે બકાલા માર્કેટ !