એશિયન સ્નૂકર ટુર ટાઈટલ જીતનાર પંકજ અડવાણી પહેલા ભારતીય બન્યા

1025

૯ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા પંકજ અડવાણીએ ચીનના જિનાન શહેરમાં આયોજિત એશિયન સ્નૂકર ટુર સ્પર્ધાના બીજા ચરણમાં વિજેતાપદ હાંસલ કરીને આગામી વિશ્વ સ્પર્ધા પૂર્વે એમના હરીફોને ચેતવી દીધા છે. અડવાણીએ ફાઈનલમાં ચીનના જુ રેતીને ૬-૧ માર્જિનથી પરાજય આપ્યો હતો. અડવાણીનો પરફોર્મન્સ પાવર-પેક્ડ રહ્યો હતો. એશિયન સ્નૂકર ટુર સ્પર્ધા જીતનાર એ પહેલા જ એશિયન ખેલાડી બન્યા છે. એક પખવાડિયાની અંદર હવે આઈબીએસએફ વર્લ્ડ બિલિયડ્‌ર્સ એન્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ યોજાવાની છે. અડવાણી બિલિયડ્‌ર્સ અને અને સ્નૂકર, બંને રમતમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે.

Previous articleફિલ્મ ’રોકેટ્રી-ધ નમ્બિ ઇફેક્ટ’નું ટીઝર લોંચ!
Next articleટીમ ઇન્ડિયાનાં ’ગબ્બર’ શિખર ધવનની દિલ્હી ડેરડેવિલ્સમાં વાપસી