સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ સરદારબાગમાં પ્રતિમાને પુષ્પાંજલી કરતા કમિશ્નર

1021

ભારતના લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૩૧મી ઓકટોબરે જન્મ જયંતિ નિમિતે પીલગાર્ડન ખાતે કમિશ્નર ગાંધીના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પાંજલી કરાય હતી.

શહેરના નગરજનોની હાજરીમાં ઉજવાયેલા આ કાર્યક્રમમાં મ્યુ. આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ રાબડીયા, સ્ટેન્ડીંગ કિટીના સભ્યો રાજુભાઈ પંડયા, સીટી એન્જીનીયર ચંદારાણા, કુકડીયા, રોશની વિભાગના ચૈતનભાઈ વ્યાસ, ડો. એમ.આર.કાનાણી, ગાર્ડન કમિટી ચેરમેન ડી.ડી. ગોહિલ, ગાર્ડન અધિ. વિગેરે નગરસેવકો હાજર રહ્યા હતા.

કમિ.ગાંધીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરતા જણાવ્યુ કે, આ લોખંડી મહાપુરૂષની તોલે આપણે ન આવી શકીએ તેમ કહીને તેમણે પીલગાર્ડન એટલે શું તેની જાણકારી માટે સીટી એન્જીનિયર પાસેથી વિગતો માંગી હતી. સરદાર બાગ ખાતે સરદારની જન્મ જયંતિએ શિક્ષકો, અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, વેપારીઓ, ડોકટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Previous articleસરદાર પટેલ, ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા સ્મરણાંજલિ અપર્ણ
Next articleધોળકા-ખેડા હાઈવે પર બે અકસ્માતમાં બે બાઈક સવાર ના મોત : અરેરાટી પ્રસરી