સિહોરના ધર્મનગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણનું આયોજન

725

સિહોરમાં આવેલ ધર્મનગર કે જયાં લક્ષવંડી મહાયજ્ઞના આયોજન લક્ષ્મણ ચૈતન્યજી બહુચરાજી મહારાજના શિષ્ય બટુક દેવ ચૈતન્ય બહ્મચારીજી મહારાજ પ૧ કુંડી અંતિમહારૂદ્રનું આયોજન કરી ૮ દિવસમાં આ જગ્યા પર દોઢ લાખ લોકોએ પ્રસાદ લીધો હતો ત્યાં આકાર ઈ રહેલ સોસાયટી ધર્મનગર જે જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલની ખુબ જ નજીક આવેલી છે.  સિહોરના ધર્મનગરને હરીયાળુ બનાવવાના ભાગરૂપે ધર્મનગરમાં ૬૦૦થી વધારે વૃક્ષો વાવી ડ્રીપ ઈટીગેશનથી તેનો ઉછેર કરવાનો કાર્યક્રમ સિહોરની સંસ્થા ગ્રીન ઈન્ડિયા ગૃપ ઓફ સિહોર તથા લાયન્સ કલબ ઓફ સિહોરના સંયુકત ઉપક્રમે રાખ્યો હતો. જેમાં સિહોર  સામાજીક, રાજકિય તેમજ સમાજના શ્રેષ્ઠીઓ વ્હારા વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું. જેમા ગ્રીન ઈન્ડિયા ગૃપ ઓફ સિહોરના તમામ સભાસદોએ જહેમત ઉઠાવી હતી.

Previous article“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે બોટાદ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
Next articleઅમિતાભ બચ્ચનના જન્મદિને ફોટોગ્રાફર અજય જાડેજાએ ફોટોની ગીફટ આપી