ભારત સરકારના વ્યાપાર મંત્રાલય હેઠળના ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (એફઆઈ ઈઓ) દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી નિકાસકારો માટે ‘‘એક્સપોર્ટ ફેક્ટરીગ એન્ડ ઈઝ એક્સસ ટુ અનસીક્યોર્ડ ફાયનાન્સ ફોર એસએમઈ’’ વિષય અંતગર્ત માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ એક્સપોર્ટરોને નાણાંકીય સહાળ મેળવવામાં પડતી તકલીફો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમનો વ્યવસાય વધારે સારી રીતે ચાલે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોવાનું જણાવેલ.
ફીઈઓના ગુજરાતના હેડ જયપ્રકાશ ગોએલએ ફઈઓની કામગીરી વીશે વિસ્તુત માહીતી આપેલ અને જણાવેલ કે આગામી વાબ્રન્ટ ગુજરાત સમીટના વિદેશના ૪૦૦ થી પ૦૦ વેપારીઓ ભાગ લેય તેવા અમારા પ્રયત્નો છે. તેથી ૧૮ થી ૧ર જાન્યુઆરી સુધી યોજાનારા આ વાઈબ્રન્ટ સમીટમા સૌ એક્સપોર્ટરોએ રજીસ્ટ્રીશન કરાવી લેવા અનુરોધ કરેલ.
કાર્યક્રમના મુખ્ય વ્યક્તા ડ્રીપ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટના રવી નરવાણીએ ર થી ૧૮ કરોડ સુધીની લોન એક્સપોર્ટ ર થી ૧૮ કરોડ સુધીની લોન એક્સપર્ટો માટે ૪ થી ૯ ટકા સુધીના વ્યાજ દર થી મળી શકે તે અંગે વિસ્તુત જાણકારી આપેલ. આ માટે છેલ્લા ૩ વર્ષમાં ઓછામાં ઓછું ર કરોડનું એક્સપોર્ટ વેચાણ થયેલ હોવું જોઈએ અને બાયર તદન નવા ન હોવા જોઈએ, અગાઉ ડીલ થયેલ હોવુ જોઈએ.
આ કાર્યક્રમના અતિથી અને જીલા ઉદ્યોગ કેદ્રના જનરલ મેનેજર એમ.એમ. પંડ્યા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપેલ.
















