સર.ટી. હોસ્પિટલના બાથરૂમમાં ન્હાવા ગયેલ યુવતિને ડોકીયુ મારી જોતા હોબાળો

1359

શહેરની સર.ટી. હોસ્પિટલના જાહેર શૌચાલયમાં યુવતી નાહ્વા માટે ગઈ હતી. તેને ડોકીયુ મારી એક શખ્સ નિહાળતાં હોબાળો મચી ગયો હતો. અને સર.ટી. હોસ્પિટલમાં હોહા મચી જવા પામી હતી. પોલીસ સ્ટાફ દોડી જઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પરંતુ બન્ને પક્ષી સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હતો. શહેરની સર.ટી. હોસ્પિટલમાં જાહેર શોચાલયનો કોન્ટ્રાકટર કિશોરભાઈ નામના વ્યકિતનો છે. ત્યાં કોન્ટ્રાકટરમાં કામ કરી રહેલા મુળ ઈન્દોર, મધ્યપ્રદેશનો રહેવાસી રામ ચૌહાણ નામનો શખ્સ આજ બપોરના સમયે મહિલાના બાથરૂમમાં ન્હાવા ગયેલ યુવતિને ડોકીયુ મારી નિહાળતો હતો. જે યુવતી જોઈ જતાં ભારે હોબાળો થયો હતો. પરંતુ યુવતિ પણ શખ્સના ગામની જ હોય બન્ને પક્ષે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.

Previous articleભાંવાતર યોજના મામલે માર્કેટયાર્ડમાં અચોકકસ મુદતની હડતાલનો પ્રારંભ
Next articleપ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી માટે નગરજનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ