આકાશ દર્શન કાર્યક્રમ યોજી ગાંધીજીને સ્મરણાંજલી અપાઈ

880

વર્ષ ૨૦૧૮ માં આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીજીને ખગોળશાસ્ત્રમાં ખુબ જ રસ હતો. ૧૯૩૨માં યરવડા જેલયાત્રા દરમ્યાન ગાંધીજીની જેમજ ખગોળશાસ્ત્રમાં રસરુચી ધરાવતા કાકાસાહેબ કાકેલકરનો ભેટો થયેલો. ગાંધીજી યરવડા જેલમાં પોતાની ભેટ સ્વરૂપે મળેલ ટેલીસ્કોપ દ્વારા તારાઓ, નક્ષત્ર અને અન્ય અવકાશીય પદાર્થોનું અવલોકન કરતા હતા. જેના સ્મરણ હેતુ સમગ્ર દેશ ભરના ખગોળમાં રસ ધરાવતા ખગોળપ્રેમીઓ માટે ભારત સરકારના સાંકૃતિક વિભાગ દ્વારા ૨, ઓક્ટોબર ૨૦૧૮ થી ૨, ઓક્ટોબર ૨૦૧૯ એક વર્ષને બાપુ ખગોળ મેળા તરીકે ઉજવવાનું જાહેર કર્યુ છે.

જેને અનુસંધાને ૧૯૨૩ની સાલમાં ગાંધીજીની ભાવનગર મુલાકાત દરમિયાન મહત્મા ગાંધીજીએ સોનગઢના જૈન આશ્રમની મુલાકાત લીધેલ. મુલાકાત દરમ્યાન સ્વત્રંત ભારતના અહવાન હેતુ પોતાના વરદ હસ્તે આશ્રમમાં ભારતમાતાની મૂર્તિની સ્થાપના કરેલ. જેની યાદમાં તા. ૨૬ના રોજ સાંજના ૬ઃ૦૦ વાગ્યા થી રાત્રી ના ૧૦ઃ૦૦ વાગ્યા સુધી એમજેસીકેઆર કેમ્પસના વિદ્યાર્થીઓ માટે રાત્રી આકાશદર્શન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ચાલતા એસ્ટ્રોનોમી ક્લબ ના સભ્યો દ્વારા યોજવામાં આવેલો.

આ કાર્યક્રમમાં અવકાશને સમજવા તથા મંગલ અને ગુરુ ગ્રહને નિહાળવા ૩૫૦થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા.

Previous articleસંસ્કૃતિ સ્કુલમાં રકતદાન કેમ્પ
Next articleધંધુકા તાલુકા હેલ્થ ઓફિસે સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો