ગાંધીનગર APMCમાં સત્તા પલટો ૮ સીટ પર સદભાવ પેનલનો કબ્જો

1405

ગાંધીનગર એપીએમસીની ચૂંટણીમાં પ્રગતિ પેનલ સામે સદભાવ પેનલે જીત મેળવી છે. ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગના ૪૪૩માંથી ૪૩૫ના મત પડ્‌યા હતા, જ્યારે વેપારી વિભાગમાં તમામ ૨૮ મતદારોએ મતદાન કર્યું હતું. જેની શુક્રવારે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને અગિયાર વાગતા તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

ગુરૂવારે મતદાન શરૂ થતાં પહેલાં બંને પેનલે ખેડૂત વિભાગમાં ઓછામાં ઓછો એક મત હોય તો તેને ગેરલાયક નહીં અને આઠથી વધુ મત હોય તો તેને ગેરલાયક ઠેરવવા નિર્ણય લેવાયો હતો. તો બીજી તરફ વેપારી વિભાગમાં ચાર કે તેથી ઓછા મતને માન્ય ગણવા નિર્ણય લેવાયો હતો. સદભાવ પેનલે ખેડૂત વિભાગની ૮ બેઠકો કબજે લીધી છે. જોકે, વેપારી વિભાગના ૨૮ મતમાં ગાબડું પાડવામાં સદભાવ પેનલ નિષ્ફળ રહી હતી. પ્રથમ રાઉન્ડીથી જ આગળ રહેલા સદભાવ પેનલના તમામ ઉમેદવારોએ મેદાન માર્યુ હતું. રૂપાલ, સરઢવ, કોલવડા રાંધેજાના પ્રગતિ પેનલનું વર્ચસ્વ ધરાવતા મતોમાં ગાબડું પડતા પ્રગતિ પેનલને ફટકો પડ્‌યો હતો.

વેપારી અને ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારો

વેપારી વિભાગ : ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ પટેલ, સુરેશ મંગળદાસ પટેલ, મનુભાઈ હરગોવનદાસ પટેલ, વિનુભાઈ બળદેવભાઈ પટેલ

ખેડૂત વિભાગ : રામચંદદ્ર ગાંડાભાઈ પટેલ, કનુભાઈ મરઘાભાઈ પટેલ, અનિલસિંહ મોહબતસિંહ વાઘેલા, હસમુખ ભાઈ કેશવલાલ પટેલ, અતુલ ભાઈ મફતભાઈ પટેલ, ઈન્દ્રવદન કરશનભાઈ પટેલ, બળદેવજી માસંગજી ઠાકોર

Previous articleકડી સંકુલના ચાર બાળકોએ કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા
Next articleચેસ અને કરાટે ટુર્નામેન્ટમાં સ્મિત ઠક્કર વિજેતા : સમાજનું ગૌરવ