ચેસ અને કરાટે ટુર્નામેન્ટમાં સ્મિત ઠક્કર વિજેતા : સમાજનું ગૌરવ

951

ગાંધીનગરની જાણીતી સંસ્થા પ્રતિભા એકેડેમી દ્વારા તાજેતરમાં ૭મી ઈન્ટર સ્કૂલ ચેસ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. આ ચેસ ટૂર્નામેન્ટમાં ગાંધીનગરની વિવિધ શાળાઓના ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જે. બી. પ્રાથમિક શાળા, સે. ૨૩ વતી એક માત્ર ખેલાડી તરીકે સ્મિત ઠક્કરે ભાગ લઈને અંડર-૧૪માં પ્રથમ નંબર મેળવીને ટ્રોફી મેળવેલ. આ ઉપરાંત તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ ૨૦મીઓલ ઈન્ડીયા કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લઈ બે બ્રોન્ઝ મેડલ મેળવીને સમાજનું ગૌરવ વધારેલ છે.  સમાજના મહાનુભાવો દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

Previous articleગાંધીનગર APMCમાં સત્તા પલટો ૮ સીટ પર સદભાવ પેનલનો કબ્જો
Next articleરિબિન કાપવાના શોખીન નેતાએ ઉદઘાટન કર્યાના ૧ કલાક બાદ બાલોદ્યાન ૧પ દિવસ માટે બંધ !