ગુસ્તાખી માફ

1659

સરદારને વિરાટ બનાવી યાદ રાખવા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હકારાત્મક પાસુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અનેક વાતો સંકળાયેલી રહી છે અને વિવાદો પણ રહ્યા છે તેનો કોઈને યશ જતો જ નથી. કારણ કે સરદાર પટેલની પર્સનાલીટી જ એટલી વિશાળ છે અને તેમના સિધ્ધાંતો પણ સ્વયંસ્પષ્ટ છે કે તેને એનકેશ કરવા રાખજકારણી માટે સહેલુ તો નથી જ બાકી પાટીદારોને ખુશ કરવા જેવી વાહિયાત વાત વિરોધપક્ષના કરે તે તેની અપરીપકવતા બતાવે છે. સરદાર એકના હતા જ નહીં તે તો વિશ્વ વિભુતી હતા અને રહેશે. એટલે જ વિરાટ હતા તે વિરાટ બનાવા અને હંમેશા દુનિયા યાદ રાખે તેવું કરવાનું ભાજપનું પગલું ખોટુ જ છે. એવું કહી ન શકાય પરંતુ તેનું તે ખૂજ જ હકારાત્મક પાસુ ગણાવી શકાય.

સરદારના નામે અન્યને અન્યાય થાય તે પણ જરાય વ્યાજબી નથી  કારણ સરદાર એવા હતાં જયાં અન્યાય થાય ત્યાં ચટ્ટાનની જેમ ઉભા રહેતા અને એટલે જ લોખંડી પુરુષ કહેવાતા હતા. ખેડૂતો માટે હોય કે દેશની અન્ય બાબત-આંદોલન કરવું પડે તો અન્યાય સામે કરવામાં સરદાર પાછા પડે તેમ ન હતાં એટલે તે પણ સ્વયં સ્પષ્ટ છે કે તેમના નામે કોઈપણ મનુષ્યને મનુષ્યમાત્રને અન્યાય થાય તો તે પગલું તેટલું જ નિંદનીય ગણાય. વળી આ આખા સ્ટેચ્યુમાં દેશના લોકોનું યોગદાન હોવાથી દેશના લોકોને યશ જાય તે પણ સ્વભાવીક જ છે. બાકી વ્યક્તિ ગત યશ લેવ માટે તો એટલું જ કહી શકાય કે કુતરું ગાડુ ખેચીને લઈ જાય છે. તે વાતોની સાથે બંધ બેસતી વાત થઈ ગણાય. આમ સરદારને વિશ્વના સૌથી વિરાટ વ્યક્તિ-પૂતળું બનાી હંમેશા લોકો યાદ રાખે તેવુ પગલું ચોકકસ એક હકારાત્મક અને અભિનંદનને પાત્ર પગલું ગણવું રહ્યું.

રાજયના પાટનગરમાં હજુ સુધી કોંગ્રેસ આયાત મેયર જ બેઠા છે ! ભાજપ તે સ્વિકારે પણ છે !!

ગુજરાતમાં બે જ પક્ષો મહત્વના છે છતાં રાજયના પાટનગર જયાં મહાનગર પાલિકાના અસ્તિત્વ સાથે હજુ સુધી ભાજપની સત્તા હોવા છતાં મેયર બનવા માટે કોંગ્રેસી ઉમેદવાર તરફ મીટ માંડવી પડે તેવો વારો આવ્યો છે.

સૌ પ્રથમ ચૂંટણીમાં મહેન્દ્રસિંહ રાણા – કોંગ્રેસમાંથી ભાજપમાં ત્રણ જન સાથે આવી મેયર બન્યા. ત્યારપછી હંસાબેન મોદી અને ત્યાર પછી પ્રવિણ પટેલે પણ સત્તા મેળવવા પાટલી બદલી કોંગ્રસમાંથી લડીને જીતીને ખુરશી પર બેસી ગયા અને કોંગ્રેસને કાદવ કહેતી ભાજપ પણ સત્તા માટે સમાધાનકારી વલણ અપનાવી પોતાના પક્ષના સિધ્ધાંતો વગરના એટલે કે કોંગ્રૈસી કલ્ચરના માણસો સ્વિકાર્યા કેમ છે ? તે પણ પાયાનો પ્રશ્ન જ છે! અત્યાર સુધી આ બનતું આવ્યુ છે હવે પક્ષપલ્ટાની કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોવાથી પ્રવિણ પટેલ માટે સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. ૧૬-૧૬ સભ્યો હવે બાકી રહે તો પરિણામ શું આવે? વળી કોર્ટમાં પક્ષ પલ્ટાનો કેસ ચાલે છે અને કોર્ટે તેનો મત બંધ કવરમાં આપવાનું જણાવ્યું છે. જેથી ભાજપને આપે તો ગેરલાયક ઠરે તેનો ભય છે. કોંગ્રેસને આપી શકાય નહી ? હવે મુશ્કેલી વધી જરુર છે.

રાજકારણમાં પણ ભાજપમાં જુદા જુદા લોકો માટે લોબીંગ શરુ થઈ ગયા છે. જેમાંથી ભાજપમાંથી પણ કોંગ્રેસમાં જઈ મેયર બની શકાય તેનું ભાજપે કર્યું તેવું અન્ય પણ ન કરે તેથી પોત પોતાના સભ્યોને સાચવવામાં લોકો લાગી ગયા છે. આથી પક્ષ પલ્ટાનુ રાજકારણ બંન્નેને નડી શકે તેવી વાત બની ગઈ છે. વળી પેલી કહેવત યાદ છે ને કે ખાડો ખોદે તે પડે !! કદાચ તે પણ સાચી પડે તો નવાઈ નહી!!!

દિવાળીએ સચિવાલય -મંત્રાલયમાં ગીફટ કવરની ધૂમ – સીસીટીવી – પણ જોતા શરમાય છે !!

સચિવાલય – સ્વર્ણિમ સંકુલમાં જડબેસલાક પહેરો તેમજ સીસીટીવી – સર્વેલન્સ છેક દરવાજાથી ઓફિસની લોબી સુધી ગોઠવેલું છે. વળી દિવાળી નજીક આવતાની સાથે જ મોટી મોટમી ટેન્ડરવાળી કંપનીઓના એજન્ટો ખુલ્લેઆમ ભેટ-સોગાદ – પેકેટ – કવર સાથે સચિવાલય – સ્વર્ણિમ સંકુલમાં જતા આવતા જોવા મળી રહંયા છે. ભ્રષ્ટાચાર વિહિન શાસનમાં અને પારદર્શક વહીવટમાં આ બધુ આવે કે કેમ તે વિચારવાનું આપણે કહીએ! નેતાઓતો આ બધુ વિચારતા જ નથી !!

જડબેસલાક વ્યવસ્થા વચ્ચે – કીડી પણ પકડાઈ જાય ત્યારે કહેવાતી લાંચ રૂશ્વત વિરોધી દળ હોફ કે અન્ય એજન્સ્‌ઓ શા માટે આટલી મોટી ઘટનાઓને નજર અંદાજ કરતી હોય છે. તેમને ટ્રેપ કર્યા વગર જ અહીં ઘણા મુરતીયા મળી જાય છે અને આખુ વર્ષ ચાલે એટલા કેસ એક સાથે બની શકે તેમ છે. જો કે એ વાત પણ દાદ આપે તેવી ગણાય કે નરેન્દ્ર મોદીના શાસનમાં આવો કોઈપણ એજન્ટ કે વચોટીઓ આવતો જ નહોતો, ફરકતો પણ ન હતો તેનું કારણ એ શંસોધનનો વિષય છે. પરંતુ તેમના ગયા પછી વાતાવરણ બદલાયું છે. અને કોંગ્રેસમાં હતું તેવુ ફરી એકવાર સચિવાલય – સ્વર્ણિમ સંકુલ બનતુ ગયું છે. ઉપરથી – દરાજા આગળ લોકોને જવા દેવા માટે બેઠેલા સીકયુરીટીનું કામ વધ્યું છે અને હેરાનગતિ વધી છે. વળી કંપનીના એજન્ટોને તો કાંઈ ઈન્કવાયરી વગર એક લેટર પેડ પર સચિવાલય પ્રવેશ માટેનું કાર્ડ પણ તરત જ મળી જાય છે. જેથી તેનો પણ પ્રશ્ન નથી. અન્યને કાર્ડ મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે!!

Previous articleપક્ષપલટાના ભૂતાકાળને જોતા ભાજપ સાવચેત : ૧૭ કોર્પોરેટરો અજ્ઞાતવાસમાં 
Next articleમાયાભાઈ આહિરે મિત્રતા નિભાવી રાતભર વિના સ્ટેજે સંતવાણી કરી