પાલિતાણા ખાતે શુક્રવારે સર્વેશ્વરીયશાશ્રીજી સાધ્વીજી મ.સા.ના ૪૦૭ ઉપવાસના પારણા

1492

શાશ્વતતીર્થ શત્રુંજયની છત્રછાયામાં પાલિતાણા ચન્નૈઈ યાત્રિકભુવન ખાતે ચાતુમાર્સ કરી રહેલા પૂ. આ. રાજયશ્વરસુરીશ્વરજી મ.સા.ના આર્શીવાદથી પ્રવર્તિની સા. વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના શિષ્યાના શિષ્ય પૂ.સા. સર્વશ્વરીયશાશ્રીજી મ.સા.ના ગુણ રત્નસંવત્સ તપ ખુબ જ કઠીનતપ કહેવાય તેનું પારણા તા. ૧પ નવેમ્બરના રોજ ચૈન્નઈ ધર્મશાળામાં પ્રારંભ થશે. આમ આ ત્રિદિવસીય કાર્યક્રમ તા. ૧૩-૧૧ના રોજ સવારે ચોવીશ તીર્થકર મહાપુજન સાંજે ભાવના તા. ૧૪-૧૧ના રોજ પ્રાંત સવારે પાર્શ્વ પધામવતી મહાપુજન સવારે ૬-૩૦ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે જાલોરીભુવન ખાતે અનુમોદના સભા તા. ૧પના રોજ પારણા થશે.

ગુણરત્ન સંવત્સર તપ એટલે ૧૬ મહિના કુલ ૪૮૦ દિવસ તેમાંથી દિવસ ૪૦૭ ઉપવાસ તથા ૭૩ દિવસ બિયાસણાનું અદ્‌ભૂત તપ કહી શકાય ભગવાન મહાવીરના રપ૦૦ વર્ષના સમય બાદ અત્યાર સુધીમાં આ તપ કરનાર પૂ.સા. સર્વશ્વરીયજ્ઞાશ્રીજી મ.સા. પહેલા આંગળીના વેઢે ગણાય તેટલા જ વ્યકિત દ્વારા થયાનું અનુમાન છે. પૂ. સા.મ.સા આ તપ શરૂઆત શ્રાવણ સુદ-૧ સંવત ર૦૭૩માં કરી હતી. આ તપમાં વધુમાં વધુ ૧ર ઉપવાસ પ્ર ૧ર, ૧૩ ઉપવાસ પર૧૩, તેરીને ૧૬ ઉપવાસ પર ૧૬ કરવાનો હોય છે. છેલ્લા ૧૪૦ ઉપવાસમાં વચ્ચે માત્ર નવ જ બિયાસણા હોય છે. આ તપ ખુબ જ લાંબો અને ખુબ જ વિકટ હોવાથી ખુબ જ ઓછા આરાધકો -સાધકો આ તપ કરતાં હોય છે. સેંકડો વર્ષામાં આઠ કે નવ જ દાખલા આ તપ નોંધાયા છે. પૂ.સા.એ આ તપા પહેલા બેંગ્લોર શહેરની પ્રતિષ્ઠાની સફળતાની કામના માટે ૧૧૧ ઉપવાસ કરેલ છે.

સાધ્વીશ્રીના પારણા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ભારતભર તેમજ વિદેશથી પણ ભકતો હાજર રહી ભવ્યતપના પારણાના સાક્ષી બનશે. તા. ૧૪ના રોજ તપસ્વી સાધ્વીના અનુમોદન કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગરકડી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ હાજરી આપશે તેમ જાણવા મળેલ છે.

Previous articleભાવનગરમાં રવિવારે ર૮૧ સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન
Next articleરાષ્ટ્ર રક્ષા યજ્ઞની પૂર્ણાહુતિ સાથે લોકોમાં એક નવી રાષ્ટ્ર ચેતનાનો પ્રારંભ થયો છે