રાણીવાડા ગામે સંવેદના યુથ ક્લબ દ્વારા જાહેર સન્માન સમારોહ યોજયો

1315

મહુવાના રાણી વાડા ગામે સંદેવના યુથ ક્લબ દ્વારા રાણી  વાડા ગામે લાઈબ્રેરી નુ ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને વિશિષ્ટ વ્યક્તિ નું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. અને નાના એવા સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. રાણીવાડા ગામમા નોકરી કરતા હોય તેવા દરેક વ્યક્તિ નું જાહેરમાં સનમાન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ એનાયત કરવામાં આવ્યા ઉદ્યોગ રત્ન અને મોટા વેપારીઓ અને રાણીવાડા બહાર રહેતા હોઈ તેમને બોલાવી પ્રથમ વાર સન્માન કરવામાં આવ્યું હતું અને ગામ મા તમામ લોકો સાથે સંપીને રહે સુખ-દુઃખ મા ભાગ લેય તે માટે સ્નેહ મીલન પણ રાખવામાં આવ્યુ હતું. તાલુકાના અને જીલ્લા ભરના રાજકીય પક્ષો ના આગેવાનો અને કાર્યકરો અને કર્મચારીઓ વેપારી ખેડૂતો હાજર રહ્યા હતા.

Previous articleઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અલંગમાં બાલદીનની ઊજવણી કરાઈ
Next articleમાનસિક  શાંતિ તેમજ અંતિમ લક્ષ્ય માટે ભાગવત કથાનું આયોજન જરૂરી : મુખ્યમંત્રી